તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • ગ્રામઉદ્યોગ મંદિર પ્રા.શાળાનાં વાર્ષિકોત્સવ તરવરાટનો પ્રારંભ

ગ્રામઉદ્યોગ મંદિર પ્રા.શાળાનાં વાર્ષિકોત્સવ તરવરાટનો પ્રારંભ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢનીગ્રામઉધોગ મંદિર પ્રાથમિક શાળાનો વાર્ષિકોત્સવ: 2016 તરવરાટનો પ્રારંભ થયો છે.

જૂનાગઢનાં માર્કેટીંગ યાર્ડની સામે આવેલી ગ્રામઉધોગ મંદિર પ્રાથમિક શાળામાં ત્રિ-દિવસીય વાર્ષિકોત્સવ તરવરાટ ની ઉજવણીનો પ્રારંભ થયો છે. જેની શરૂઆત સ્કુલ એકટીવીટી ડે થી થઇ હતી. જેમાં વિજ્ઞાન અને અંધશ્રધ્ધા નિવારણનાં પ્રયોગો, ઇનોવેશન કોર્નર, ક્રિએટીવ પ્રોજેકટસ અને પુસ્તક પ્રદર્શન યોજાયું હતું. તેમજ તા.26 ફેબ્રુઆરી ના સવારે 7 થી સાંજે 5 કલાકે સ્પોર્ટસ ટેની ઉજવણી કરવામાં આવશે. જેમાં વિધાર્થી માટે વિવિધ રમતોની સ્પર્ધા યોજાશે. તા.27 ફેબ્રુઆરીના બપોરે 3 થી 5 કલાકે એન્યુઅલ ડે ઉજવાશે. વાર્ષિકોત્સવમાં વિધાર્થી દ્વારા વિવિધ કૃતિઓ રજુ કરવામાં આવશે. વિધાર્થીઓને પ્રોત્સાહિત કરવા અને વિવિધ કૃતિઓ નિહાળવા ગ્રામઉધોગ મંદિર પ્રા. શાળાનાં આચાર્યે જણાવ્યું હતુ.

છાત્રોએ ઉત્સાહભેર ઇવેન્ટમાં ભાગ લીધો હતો. }તસ્વીર : ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...