તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • {બ્રહ્મ રાસોત્સવનાં કાર્યકરોની સહપરિવાર બેઠક યોજાઇ

{બ્રહ્મ રાસોત્સવનાં કાર્યકરોની સહપરિવાર બેઠક યોજાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{બ્રહ્મ રાસોત્સવનાં કાર્યકરોની સહપરિવાર બેઠક યોજાઇજૂનાગઢમાંસમસ્ત બ્રહ્મસમાજનાં ઉપક્રમે આજે બ્રહ્મ પ્રતિભાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. બ્રહ્મ રાસોત્સવ પૂર્ણ થયાને અનુલક્ષીને કાર્યકરોની સહપરિવાર યોજાયેલી બેઠકમાં પ્રતિભાઓને સન્માનવામાં આવી હતી.

સમસ્ત બ્રહ્મ સમાજનાં ઉપક્રમે આજે મોડી સાંજે નાથળિયા ઉનેવાળ બ્રહ્મસમાજ વાડી ખાતે બ્રહ્મ રાસોત્સવનાં કાર્યકરોની એક બેઠક સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજનાં પૂર્વ મહામંત્રી અને મોવડી મંડળનાં પ્રમુખ વી. કે. ભટ્ટનાં અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. કાર્યક્રમમાં તાજેતરમાંજ જિલ્લા મુખ્ય સરકારી વકીલ તરીકે નિમણૂંક પામેલા એડવોકેટ નિરવ પુરોહિત, ડીવાયએસપીની કાયદો અને વ્યવસ્થા માટે રચાયેલી સર્વેલન્સ સ્કવોડનાં પોલીસ કોન્સટેબલો રાજુ ઉપાધ્યાય અને પ્રતિક ઠાકરનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

તકે સમસ્ત બ્રહ્મ સમાજનાં જિલ્લા પ્રમુખ એડવોકેટ પરેશ જોષી, મહિલા પાંખનાં જિલ્લા પ્રમુખ રૂપલબેન લખલાણી, યુવા પાંખનાં જિલ્લા પ્રમુખ જીતુ પંડ્યા, શહેર પ્રમુખ મુકેશ મહેતા, મહામંત્રી રાજુ મહેતા, દિવ્યેશ ભટ્ટ, શહેર મહિલા પાંખનાં પ્રમુખ નિલાબેન ભટ્ટ, મહામંત્રી મૃદુલાબેન ભટ્ટ, સહિતનાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે મુખ્ય મહેમાન તરીકે કે. ડી. પંડ્યા, પુનિત શર્મા, પ્રફૂલ જોષી, હસુભાઇ જોષી, રવિરાજ વ્યાસ, અશોક ભટ્ટ, વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...