તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આંગણવાડી દત્તક આપ્યાની હકિકતથી અધિકારી અજાણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસાવદરતાલુકામાં જિ.પં. આઇસીડીએસ શાખા જૂનાગઢનાં 9 નવે. 2014 નાં કાર્યાલય આદેશ મુજબ આંગણવાડી મિત્ર / અધિકારીને સુપ્રત / દત્તક આપેલ ફરજનું લીસ્ટની વિગત જોતા પ્રાંત અધિકારી, જિલ્લા ખેતીવાડી અધિકારી, મદદ.વન સંરક્ષક, આરએફઓ, ના. કાર્ય.ઇજનેર, મેડિકલ ઓફિસરો, બ્લોક હેલ્થ ઓફિસર, ચીફ ઓફિસર, સીડીપીઓ, ટીડીઓ, પીઆઇ વિગેરેને દત્તક આપવાનાં હુકમ થયેલ છે પરંતુ બાબતે અધિકારીઓને પુછતા હકિકતથી વાકેફ નહીં હોવાનાં જવાબ આપેલ છે. જયારે અમુક અધિકારીઓએ પોતે વિઝીટ કરી હોવાનાં જવાબ આપતાં કઇ તારીખે વિઝીટ, બુકમાં શું નોંધ કરી, કેટલા બાળકો કુપોષણથી પિડાતા માલુમ પડયા એવા સવાલો પુછતા ખોટા આંકડાઓ આપ્યા હતાં. તો અમુક અધિકારીઓએ પોતે માસ પહેલા ફરજ પર હાજર થયેલ છે અને અગાઉની કોઇ હકિકત જાણતા નથી એવા જવાબ આપ્યા હતાં. ત્યારે તાજેતરમાં ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ વિધાનસભામાં પ્રશ્ન પુછતા તાલુકામાં 6410 બાળકો કુપોષિત જન્મ્યા હોવાનો જણાવાયેલ. જયારે અધિકારીઓનાં જવાબ મુજબ 4 થી 5 બાળકો કુપોષણનો શિકાર બન્યાં હોવાનું બતાવાય છે. આમ, સરકાર માત્ર અધિકારીઓનાં કહેવાતા આંકડા અને દત્તક આપેલ ફરજ પત્રકોનું રેકર્ડ રાખી રહી છે અને ગુજરાતનાં લાખો બાળકો કુપોષણનો શિકાર બની રહયાં છે. બાબતે તપાસ થાય તો સત્ય બહાર આવે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...