તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • અંતે મહા શિવરાત્રીનાં મેળામાં એસટીની મીની બસને પ્રવેશ

અંતે મહા શિવરાત્રીનાં મેળામાં એસટીની મીની બસને પ્રવેશ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વસ્ત્રાપાથેશ્વરક્ષેત્રે આગામી તા. 3 માર્ચથી મીનીકુંભ મેળા સમાજ શિવરાત્રીનાં મેળાનો પ્રારંભ થશે. 7 માર્ચ સુધી ચાલનારા શિવરાત્રીનાં મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે. વહિવટી તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. વર્ષ 2012માં શિવરાત્રીનાં મેળામાં બનેલી ભાગદોડની ઘટના બાદ મેળામાં એસટી બસનાં પ્રવેશ પર પ્રતિબંધ મુકી દેવાયો હતો. ચાલુ વર્ષે ફરી એસટી બસ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એસટી વિભાગની 20 જેટલી મીની બસ મેળા દરમિયાન દોડાવવામાં આવશે.

ભવનાથ ધર્મક્ષેત્રમાં યોજાનાર શિવરાત્રીનાં મેળાને લઇ તડામાર તૈયારઓ ચાલી રહી છે. મેળામાં આવતા શ્રધ્ધાળુઓની સુખાકારી સુવિધા ઉભી કરવામાં આવી રહી છે. તૈયારીને લઇ જૂદી-જૂદી સમિતીને રચના પણ કરવામાં આવી છે. મેળામાં એસટી બસને પ્રવેશને લઇ પ્રતિબંધ હતો. ચાલુ વર્ષે ભવનાથ સુધી ફોરટ્રેક બની ગયો હતો. મેળામાં એસટી બસ શરૂ કરવામાં ભારત સાધુ સમાજનાં ગોપાલાનંદ બાપુ,પવિત્ર યાત્રાધામ બોર્ડનાં ડાયરેકટર યોગી પઢિયાર, સીપીએમનાં બટુક મકવાણ સહિતાનાં લોકોએ રજૂઆત કરી માંગ કરી હતી. વર્ષ 2012ની બંધ એસટીને બસને પ્રવેશ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 2012માં શિવરાત્રીનાં મેળામાં ભાગદોડ બાદ એસટી બસને પ્રવેશ આપવાનો બંધ કરવામાં આવ્યુ હતુ. ચાલુ વર્ષે શિવરાત્રીનાં મેળામાં એસટી નવી મીની બસ દોડાવવામાં આવશે. એસટી વિભાગ દ્વારા 20 જેટલી મીની બસ ફાળવવામાં આવી છે.

સગવડતા માટે મીની બસ દોડાવાશે : એસપી

એસપીનિલેશ ઝાઝડિયાએ જણાવ્યુ હતુ કે, શિવરાત્રીનાં મેળા દરમિયાન યાત્રાળુઅનો સગવડતા માટે 20 મીની બસ દોડાવવામાં આવશે. ઉપરાંત ટ્રાફીક માટે પણ આયોજન કરવામાં આવ્યુ છે. કાયદો અને વ્યવસ્થા જળવાઇ તે માટે પોલીસ બંદોબસ્ત મુકવામાં આવશે.

બસનાંપાસ માટે નંબર આપ્યા : ડીસી

એસટીનાંવિભાગીય નિયામક પી.એમ. પટેલે કહ્યુ હતુ કે, મેળામાં મીની બસ દોડાવવામાં આવશે. મજેજડી દરવાજા આવેલી મેડીકલ કોલેજનાં પાછળનાં મેદાનમાંથી બસ ઉપડશે. જે ભવનાથમાં જિલ્લા પંચાયતનાં ગેસ્ટહાઉસનાં સામેનાં મેદાન સુધી જશે. શહેરમાં પીકઅપ સ્ટેન્ડ પણ ઉભા કરવાનું આયોજન છે.

6,7માર્ચે મોટા વાહનો માટે પ્રતિબંધ : કલેકટર

જિલ્લાકલેકટર આલોકકુમાર પાંડેએ જણાવ્યુ હતુ કે,શિવરાત્રીનાં મેળામાં ટ્રાફીક નિયંત્રણને ધ્યાને રાખી તા. 6 અને 7 માર્ચનાં ભરડાવવા,ગિરનાર દરવાજાથી ભવનાથ સુધી એસટી બસ,સીટી બસ અને તમામ મોટા વાહનોનાં પ્રવેશ પર પ્રતિબંધ મુકવામં આવશે. તેમજ તા 3 માર્ચ થી 5 માર્ચ દરમિયાન લોકોની આવક વધુ થયા અને જાહેર સલામતીનું મુલ્યાકંન કરીને નાના અથવા મોટા કે બન્ને પ્રકારનાં વાહનો પર પોલીસ પ્રતિબંધ ફરમાવી શકશે. પાસ વાળા અને સરકારી ખાતાનાં વાહનોને લાગુ પડશે નહી.

અન્ય સમાચારો પણ છે...