તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જુનાગઢ જિલ્લામાં આરોગ્ય વિભાગની મોટાભાગની જગ્યા ખાલી

જુનાગઢ જિલ્લામાં આરોગ્ય વિભાગની મોટાભાગની જગ્યા ખાલી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલચાલી રહેલ વિધાનસભા સત્રમાં વિસાવદર મત વિસ્તારના ધારાસભ્યએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની 132 તેમજ સામુહિક આરોગ્ય કેન્દ્રની 46 જગ્યાઓ ત્વરીત ભરવા માટે પ્રશ્ન ઉઠાવી જગ્યા તાત્કાલીક ધોરણે ભરાઇ તેવી રજુઅાત કરી હતી.

વિસાવદર ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ ગુજરાત વિધાનસભામાં એવો પ્રશ્ન રજુ કર્યો હતો કે હાલ જૂનાગઢ જિલ્લામાં પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્રમાં જૂનાગઢ જિલ્લામાં માણાવદરમાં- 16, માંગરોળમાં-8 મેંદરડામાં -8, વંથલીમાં- 8 અને વિસાવદરમાં -8 જગ્યા ખાલી પડેલ છે. જે મૌખિક ઇન્ટરવ્યુ તથા ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જગ્યા ભરી દેવામાં આવશે. જયારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફાર્માસીસ્ટની -8 લેબોરેટરી ટેકનીશ્યનની- 9, ડ્રાઇવરની -20 , વોર્ડબોયની -18, આયાની- 24 સહિતની 132 જગ્યા ખાલી છે જે ભરવાની પ્રક્રીયા ચાલુ કરી દેવાઇ . તેવી માંગ ધારાસભ્ય દ્વારા કરવામાં આવી છે. જયારે હાલ ખાલી જગ્યાઓને કારણે જરૂરીયાતમંદ લોકોને ભારે હાલાકી પડતી હોય છે. તેમજ ગામડાની પ્રજાને હેરાન થવુ પડતુ હોય જેને લઇને સરકાર દ્વારા તાત્કાલીક જગ્યા ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આમ, વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવી ત્વરીત કાર્યવાહી કરાય તે જરૂરી છે. જો કે જગ્યા છેલ્લા બે વર્ષથી તો ભરાઇ નથી હવે જોવાનું છે કે તે કયારે ભરાઇ છે. આમ ખાલી જગ્યાઓનાં કારણે દવાખાને આવતા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...