તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

43 હજારથી વધુ છાત્રો ક્વિઝ કોમ્પિટીશનમાં લેશે ભાગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢનાંમુક્તિ સંગ્રામની ગાથા વણી લેવાયેલી જય હો જૂનાગઢ, મુક્તિ મહોત્સવ અંતર્ગત સૌપ્રથમ ઇવેન્ટ તા. 29 ફેબ્રુઆરીએ વિદ્યાર્થીઓ માટે યોજાઇ રહી છે. જેમાં દિવ્ય ભાસ્કર દૈનિક, રાજરત્ન શેઠશ્રી નાનજી કાલિદાસ મહેતા તેમજ શરદભાઇ અને સ્મિતાબેન આડતિયા પરિવારનાં સંયુક્ત માર્ગદર્શન હેઠળ 20 થી વધુ કમિટીઓ દ્વારા તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે.

તા. 29 ફેબ્રુઆરીથી ભવ્ય રીતે શરૂ થનારો મુક્તિ મહોત્સવ 9 નવેમ્બર 2016 સુધી એટલે કે, લાગલગાટ 8 માસ સુધી ઉજવાશે. સમય દરમ્યાન જૂનાગઢવાસીઓને અવનવા કાર્યક્રમો જાણવા અને માણવા મળી શકશે.

29 ફેબ્રુ.એ શહેરની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં જાણો જૂનાગઢ નામની ક્વિઝ કોમ્પિટીશન યોજાશે. પછી શહેરની કોલેજોમાં કોમ્પિટીશન યોજવામાં આવશે. જાણો જૂનાગઢમાં જૂનાગઢ શહેરનાં 43 હજારથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઇ રહ્યા છે.

ક્યા પ્રકારનાં પ્રશ્નો પૂછાશે ?

જૂનાગઢનોઇતિહાસ, વર્તમાન, જોવાલાયક ઐતિહાસિક સ્થળો, રાજકીય, ધાર્મિક, સાંસ્કૃતિક, વિવિધ ક્ષેત્રનાં મહાનુભવોનું યોગદાન, શહેરનાં ભવ્ય સ્મારકો, વગેરે બાબતોને આવરી લેતું પ્રશ્નપત્ર તૈયાર કરવામાં આવ્યું છે. પ્રાથમિક થી લઇને કોલેજ સુધીનાં છાત્રોની કક્ષા પ્રમાણેનાં પ્રશ્નો એમસીક્યુ પદ્ધતિથી પૂછવામાં આવશે.

ક્વિઝ કોમ્પિટીશન ધો. 4, 5, 6 થી 8 અને 9 થી 12 નાં વિદ્યાર્થીઓ માટે છે. દરેક શાળાએ ત્રણેય કેટેગરીમાંથી ટોપ-3 છાત્રોનાં નામો આપવાનાં રહેશે. એમસીક્યુ પ્રકારનાં પ્રશ્નપત્રો સાથે શાળાને આન્સર કી પણ આપવામાં આવશે. તા. 3 માર્ચ સુધીમાં શાળાએ વિદ્યાર્થીઓની આન્સર શીટનું મૂલ્યાંકન કરીને કેટેગરી મુજબ પ્રથમ-3 છાત્રોનાં નામ પોતાનાં સહી-સિક્કાવાળા લેટરપેડ પર મોકલી આપવાનાં રહેશે. વધુ વિગત માટે 9825492988 પર સંપર્ક સાધવો.

છાત્રો-શાળા સંચાલકો ખાસ વાંચે

અન્ય સમાચારો પણ છે...