તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢમાં સિવિલ હોસ્પિટલના તબીબ સામે દુષ્કર્મની ફરિયાદ

જૂનાગઢમાં સિવિલ હોસ્પિટલના તબીબ સામે દુષ્કર્મની ફરિયાદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢનીસિવિલ હોસ્પીટલમાં ફરજ બજાવતા તબીબે જોષીપરામાં રહેતી મહિલા પર મરજી વિરુધ્ધ દુષ્ક્રમ આચર્યુ હોવાના આક્ષેપ કરી મહિલાએ ઝેરી દવા ગટગટાવી લેતા સિવિલ હોસ્પીટલમાં સારવાર માટે ખસેડાઇ હતી. બનાવ અંગે તાલુકા પોલીસે મહિલાની ફરીયાદના આધારે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

જૂનાગઢનાં જોષીપરામાં રહેતી મહિલા ઝેરી દવા પીધેલી હાલતમાં જૂનાગઢ સિવિલ હોસ્પીટલમાં સારવાર માટે ખસેડાઇ હતી. સારવાર દરમ્યાન પોલીસમાં નિવેદન આપતા આસપાસનાં દર્દી અને હોસ્પીટલ સ્ટાફ સ્તબ્ધ બની ગયો હતો. મહિલાએ સિવિલ હોસ્પીટલમાં ફરજ બજાવતા તબીબ અતુલ કુબાવતે ફોન કરી હર્ષદનગર બોલાવી મરજી વિરુધ્ધ શારિરિક સંબંધ બાંધ્યો હોવાનું પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. મહિલાએ ફરીયાદમાં એવું પણ જણાવ્યું કે અતુલ કુબાવતે અવારનવાર અલગ-અલગ જગ્યાએ બોલાવી દુષ્કર્મ આચર્યુ હતું. બનાવ અંગે પોલીસે ગુનો નોંધ્યો હતો.

ડો.કુબાવત ભૂગર્ભમાં ઉતરી ગયા

મહિલાએતેની સામે દુષ્કર્મ આચર્યા હોવાની પોલીસમાં ફરીયાદ નોંધી હોવાનું જાણ થતા ડો.કુબાવત ભુગર્ભમાં ઉતરી ગયા હતા. તપાસમાં તબીબનાં ઘરે ગયેલી પોલીસ પણ ખાલી હાથે પાછી ફરી હતી.

ગુનો નોંધી તપાસ હાથ ધરતી પોલીસ : ભારે ચકચાર

અન્ય સમાચારો પણ છે...