તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છાત્રોને વાત્સાયન કેન્દ્રમાં HIV અંગે માહિતી અપાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢનીબહાઉદ્દીન કોલેજના એનએસએસના છાત્રોનો તા23થી 28 સુધી વાર્ષિક શિબિરને ભેસાણના હડમતિયા ગામે આયોજન કરાયુ છે. કેમ્પમાં જૂનાગઢ જિલ્લાની જી.એમ.ઇ.આર.અેસ.મેડિકલ કોલેજ,વાત્સાયન કેન્દ્ર,સુરક્ષા ક્લિનીકના ઉપક્રમે એચઆઇવી એઇડ્સ અંગે માર્ગદર્શન શિબિર યોજવામાં અાવી હતી. શિબીરમાં રોગનાં લક્ષણો, રોગફેલાવવાનાં કારણે અંગે સમજણ આપી હતી. કાર્યક્રમમાં આઇસીટીસીના કાઉન્સીલર મુકેશ વાઘ,અને સુરેશ પરમારે માહિતી આપી હતી.અને વિદ્યાર્થીને મુંજવતા પ્રશ્ન અંગે માર્ગદર્શન આપ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...