તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • છાત્રોમાં ચપળતા અને નિર્ણય શક્તિ વિકસે તેવી રમતો રમાઇ

છાત્રોમાં ચપળતા અને નિર્ણય શક્તિ વિકસે તેવી રમતો રમાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સમગ્રજૂનાગઢ જિલ્લાનાં ગામડે ગામડે લેઉવા પટેલ મહિલા મંડળની સ્થાપના કરી બહેનોને રોજગારી પુરી પાડી આત્મનિર્ભર કરવા માટે જૂનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ દ્વારા જિલ્લાનાં 65થી વધુ ગામડાઓમાં મહિલા મંડળની સ્થાપના કરી સમાજને ઉજાગર કરવા પ્રયત્નો કરવામાં આવી રહ્યો છે. નિમિતે તાજેતરમાં મહિલા મંડળની સ્થાપના માટે વિસાવદર તથા ભેંસાણ તાલુકાનાં 17 થી વધુ ગામડાઓમાં બેઠક યોજવામાં આવી હતી. જૂનાગઢ જિલ્લામાં મહિલાઓને રોજગારીનું પ્લેટફોર્મ પૂરૂ પાડી સ્વમાનભેર આગળ લાવવા માટે જૂનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળે ગામડે ગામડે મહિલા મંડળની સ્થાપના કરવાનું આયોજન કર્યું છે. અંતર્ગત સમુહલગ્નનાં પ્રણેતા હરસુખભાઇ વઘાસીયાનાં માર્ગદર્શન હેઠળ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ દ્વારા જિલ્લાનાં 65થી વધુ ગામડાઓમાં મહિલા મંડળની સ્થાપના કરી છે. ઉપરાંત તાજેતરમાં ભેંસાણ તાલુકાનાં રાણપુર, ખંભાળીયા, માંડવા, મેંદપરા, કરીયા, હડમતિયા, સુખપુર, પરબવાવડી, તેમજ વિસાવદર તાલુકાનાં નાની મોણપરી, મોણીયા, લેરીયા, સુખપુર, જૂનીચાવંડ, નવાપીપળીયા, રાવણી, દાદર સહિતનાં ગામડાઓમાં મહિલા મંડળની સ્થાપના કરવા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળનાં પ્રમુખ પ્રિતીબેન વઘાસીયા, ઉ.પ્ર. શારદાબેન ગાજીપરાએ સમાજનાં ધડતર માટે નારી શક્તિનું મહત્વ અને બહેનોએ ફેસન અને પુરૂષોએ વ્યસન ત્યજી કુરીવાજોમાંથી બહાર આવવા જણાવ્યું હતું. તકે ક્રિષ્નાબેન સરધારા, મંજુબેન ખોખર, ભાવનાબેન દોંગા, મીનાબેન પાનસુરીયા સહીત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

વર્તમાન સમયમાં ભારરૂપ શિક્ષણ બની રહ્યું છે. ત્યારે ગ્રામેદ્યોગ મંદિર, પ્રાથમિકશાળામાં છાત્રોને ગમ્મત સાથે જ્ઞાન મળે તેવા ઉમદા ઉદેશથી રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. }મેહુલ ચોટલીયા

અન્ય સમાચારો પણ છે...