તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • 2012માં શિવરાત્રીનાં મેળા થયેલી ભાગદોડ બાદ પ્રતિબંધ હતો : ભવનાથમાં મહાશિવરાત્રીનાં મેળામાં એસટી વ

2012માં શિવરાત્રીનાં મેળા થયેલી ભાગદોડ બાદ પ્રતિબંધ હતો : ભવનાથમાં મહાશિવરાત્રીનાં મેળામાં એસટી વિભાગ 20 બસ દોડાવશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગિરનારનીતપોભૂતિ ભવનાથમાં પ્રખર રામાયણી મોરારીબાપુની માનસ રૂખડ રામકાથનું આયોજન કરવામાં આવ્યુ છે. ભવનાથમાં તા. 27 ફેબ્રુઆરીનાં સાંજનાં 4 વાગ્યેથી રામકથાનો પ્રારંભ થશે. કથાનો દરરોજ સવારે 9:30 થી 1:30નો રહેશે. આવતીકાલથી રામકથાનો પ્રારંભ થતો હોય તેને લઇ આજે મોરારીબાપુ જૂનાગઢ પહોચી ગયા હતા. સાંજનાં ગિરનાર પર્વત પર બીરાજમાન ભગવાન દતાત્રેયનાં દર્શન કરવા ઉપર ગયા હતા. છેલ્લા 50 વર્ષથી નિયમીત રીતે શિવરાત્રીનાં મળામાં ભાગ લેતા પ્રખર રામાયણી મોરારીબાપુ વખતે શિવરાત્રીમાં ભવનાથમાં રામકથા કરી રહ્યા છે. જૂનાગઢ શહેરમાં 20 વર્ષ પછી મોરારીબાપુની રામકથા યોજાશે. જૂનાગઢની સિધ્ધભૂમિ ભવનાથમાં ગિરનારધામ પુનિત આશ્રમ ખાતે યોજાનારી મોરારીબાપુની રામકથાનો પ્રારંભ તા. 27 ફેબ્રુઆરીનાં રોજ સાંજનાં 4 વાગ્યેથી થશે. બાદ તા. 6 માર્ચ સુધી ચાલનારી રામકથાનો દરરોજ સવારે 9:30 થી બપોરનાં 1:30 વાગ્યા સુધી બાપુ કથાનું રસપાન કરાવશે. આવતીકાલે રામકથાનો પ્રારંભ થવાનો હોય મોરારીબાપુ આજે જૂનાગઢ આવી પહોચ્યા હતા. ભવનાથમાં આરામ કર્યા બાદ મોરારીબાપુ, હાસ્યકલાકાર માયાભાઇ આહીર,જેન્તીભાઇ ચાંદ્રા,શોભીતભાઇ દેસાઇ, ખેશીભાઇ ગઢવી, રાજેન્દ્રસિંહ ચૌહાણ સહિતની ટીમ ભગવાન દતાત્રેયનાં દર્શન કરવા માટે ગિરનાર પર્વત ઉપર ગયા હતા. ત્યા ભગવાન દતાત્રેયનાં દર્શન કર્યા હતા. રામકથાને લઇને જૂનાગઢ રામકથા સમિતી દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે.

તેમજ આવતીકાલે સવારનાં 10:30 વાગ્યે કથા સ્થળ પર મોરારી બાપુનાં હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે. બાદ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

મોરારીબાપુએ ભગવાન દત્તાત્રેયનાં શરણોમાં પોથી પધરાવી : અવધુતની કરી મહાપુજા

સાંજે મોરારીબાપુ ગીરનાર સીડીએ પહાેંચ્યા હતા ત્યા પુજા વિધી કરી ડોળીમાં બેસી દત્તાત્રેય ભગવાનનાં દર્શન કરવા પહોંચ્યા હતા. }મેહુલ ચોટલીયા

30 હજારથી વધુ લોકો બેસી શકે તેવો શમિયાણો

પુનીતઆશ્રમમાં રામકથા લોકો શાંતિપૂર્ણ માહોલમાં સાંભળી શકે તે માટે વિશાળ સમિયાણો બાંધવામાં આવ્યો છે.જેમાં 30 હજાર કરતા વધુ લોકો શાંતીથી બેસી શકેશે. 7 એકર જમીનમાં વિવિધ વિભાગો શરૂ ઉભા કરવામાં આવ્યા છે. તેમજ 24 કલાક અન્નક્ષેત્ર પણ ચાલુ રહેશે.જેમાં 500 થી વધુ કાર્યકરો ખડે પગે સેવા આપશે.

યાત્રાળુઓની સગવડતા માટે મીની બસ દોડાવાશે : એસપી

6,7માર્ચનાં મોટા વાહનોનાં પ્રવેશ પર પ્રતિબંધ : કલેકટર

જિલ્લાકલેકટર આલોકકુમાર પાંડેએ જણાવ્યુ હતુ કે,શિવરાત્રીનાં મેળામાં ટ્રાફીક નિયંત્રણને ધ્યાને રાખી તા. 6 અને 7 માર્ચનાં ભરડાવવા,ગિરનાર દરવાજાથી ભવનાથ સુધી એસટી બસ,સીટી બસ અને તમામ મોટા વાહનોનાં પ્રવેશ પર પ્રતિબંધ મુકવામં આવશે. તેમજ તા 3 માર્ચ થી 5 માર્ચ દરમિયાન લોકોની આવક વધુ થયા અને જાહેર સલામતીનું મુલ્યાકંન કરીને નાના અથવા મોટા કે બન્ને પ્રકારનાં વાહનો પર પોલીસ પ્રતિબંધ ફરમાવી શકશે. પોલીસે આપેલા પાસ વાળા અને સરકારી ખાતાનાં વાહનોને લાગુ પડશે નહી.

બસનાં પાસ માટે નંબર આપી દીધા હતા : ડીસી

એસટીનાંવિભાગીય નિયામક પી.એમ. પટેલે કહ્યુ હતુ કે, મેળામાં મીની બસ દોડાવવામાં આવશે. મજેજડી દરવાજા આવેલી મેડીકલ કોલેજનાં પાછળનાં મેદાનમાંથી બસ ઉપડશે. જે ભવનાથમાં જિલ્લા પંચાયતનાં ગેસ્ટહાઉસનાં સામેનાં મેદાન સુધી જશે. શહેરમાં પીકઅપ સ્ટેન્ડ પણ ઉભા કરવાનું આયોજન છે.

એસપી નિલેશ ઝાઝડિયાએ જણાવ્યુ હતુ કે, શિવરાત્રીનાં મેળા દરમિયાન યાત્રાળુઅનો સગવડતા માટે 20 મીની બસ દોડાવવામાં આવશે. ઉપરાંત ટ્રાફીક માટે પણ આયોજન કરવામાં આવ્યુ છે. કાયદો અને વ્યવસ્થા જળવાઇ તે માટે પોલીસ બંદોબસ્ત મુકવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...