તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • {વારંવાર શારિરીક સબંધ બાંધ્યા હોવાની પોલીસમાં ફરીયાદ

{વારંવાર શારિરીક સબંધ બાંધ્યા હોવાની પોલીસમાં ફરીયાદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{વારંવાર શારિરીક સબંધ બાંધ્યા હોવાની પોલીસમાં ફરીયાદ

{મહિલાએ ઝેરી દવા પી લેતા સારવાર માટે ખસેડાઇ

ક્રાઇમ રીપોર્ટર. જૂનાગઢ

જૂનાગઢનીસિવિલ હોસ્પીટલમાં ફરજ બજાવતા તબીબે જોષીપરામાં રહેતી મહિલા પર મરજી વિરુધ્ધ દુષ્ક્રમ આચર્યુ હોવાના આક્ષેપ કરી મહિલાએ ઝેરી દવા ગટગટાવી લેતા સિવિલ હોસ્પીટલમાં સારવાર માટે ખસેડાઇ હતી. બનાવ અંગે તાલુકા પોલીસે મહિલાની ફરીયાદના આધારે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. જૂનાગઢનાં જોષીપરામાં રહેતી મહિલા ઝેરી દવા પીધેલી હાલતમાં જૂનાગઢ સિવિલ હોસ્પીટલમાં સારવાર માટે ખસેડાઇ હતી. સારવાર દરમ્યાન પોલીસમાં નિવેદન આપતા આસપાસનાં દર્દી અને હોસ્પીટલ સ્ટાફ સ્તબ્ધ બની ગયો હતો. મહિલાએ સિવિલ હોસ્પીટલમાં ફરજ બજાવતા તબીબ અતુલ કુબાવતે ફોન કરી હર્ષદનગર બોલાવી મરજી વિરુધ્ધ બથ ભરી, કિશ કરી શારિરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યુ હોવાની પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. મહિલાએ ફરીયાદમાં એવું પણ જણાવ્યું કે અતુલ કુબાવતે અવારનવાર અલગ-અલગ જગ્યાએ બોલાવી દુષ્કર્મ આચર્યુ હતું.

બનાવ અંગે તાલુકા પોલીસે તબીબ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મહિલા ડો.કુબાવત સાથે એકમાસ પહેલા સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં દાખલ થઇ હતી. તે દરમ્યાન મોબાઇલ નંબરની આપ-લે થઇ હોવાનું અને ત્યારથી બન્ને પરિચયમાં હોવાનું જણાવ્યું હતું બનાવ અંગે પીએસઆઇ બી.ડી.જાડેજાએ તપાસ હાથ ધરી તબીબને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા હતા. તેમજ મહિલાનો મેડીકલ ટેસ્ટ કરાવ્યો હતો. જો કે સત્ય હકીકત રીપોર્ટ બાદ જાણી શકાશે. તબીબે મહિલા પર દુષ્કર્મ આચર્યાની વાત સમગ્ર શહેરમાં પ્રસરી ગઇ હતી અને દિવસભર ચર્ચાનું કેન્દ્ર બની હતી.

જોકે, મુદે તબીબનો વિવાદાસ્પદ ઓડીયો ક્લીપ બનાવી હાોવાનું અને તે મુદે બ્લેકમેઇલ કરતા હોવાની પણ ચર્ચા જાગી છે.

અન્ય સમાચારો પણ છે...