તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરવાડ અને કેશોદ પંથકમાં મારામારી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોરવાડઅને કેશોદ પંથકમાં મારામારીનાં બનાવમાં પોલીસે ફરિયાદો નોંધી તપાસ હાથ ધરી હતી. કેશોદનાં મોટીઘંસારી ગામે જમીન વિવાદનાં મનદુ:ખમાં મહેશભાઇ વિરમભાઇ બારૈયાને અરશી, તેની પત્ની શોભીબેન, જીવીબેન અને ભીખુએ કુહાડી, લાકડીથી માર મારી ઇજા પહોંચાડી હતી. બનાવમાં એએસઆઇ મકવાણાએ તપાસ હાથ ધરી છે. જયારે ચોરવાડ તાબેનાં ખોરાસા ગીર ગામે ડેલા પાસે ઉભવા બાબતે ઠપકો આપતાં નવનીત જેન્તીભાઇ છગને રમેશ દાના પંડિત, દિપક, વિપુલ ભુરા ભાદરકા સહિત ચાર શખ્સોએ ઢીકાપાટુ, લાકડીનો માર માર્યો હતો અને ઝપાઝપીમાં નવનીતનો સોનાનો ચેઇન પણ પડી ગયો હતો. બનાવમાં હે.કો. હુંબલે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...