તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢમાં ધોધમાર 3 ઇંચ સાથે સિઝનનો 91 ટકા વરસાદ પડયો

જૂનાગઢમાં ધોધમાર 3 ઇંચ સાથે સિઝનનો 91 ટકા વરસાદ પડયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શનિવારની મોડી રાત્રીથી વરસાદ શરૂ: નિચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાયા

જૂનાગઢમાંશનિવારની રાત્રીથી ધોધમાર વરસાદ પડવાનું શરૂ થયો છે.રવિવારની સાંજ સુધીમાં 3 ઇંચ વરસાદ પડી ગયો છે.જૂનાગઢમાં સિઝનનો કુલ વરસાદ 91 ટકા થયો છે. શહેરમાં સતત વરસાદનાં કારણે નિચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે.

જૂનાગઢમાં ભાદરવામાં અષાઢી માહોલ જામ્યો છે.જૂનાગઢમાં શનિવારની રાત્રીનાં ધોધમાર વરસાદ પડ્યો હતો. એક કલાકમાં એક ઇંચ વરસાદ થયો હતો. બાદ દિવસ ભર વરસાદ પડ્યો હતો.જૂનાગઢમાં સતત વરસાદનાં પગલે નિચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતા.જૂનાગઢમાં 3 ઇંચ વરસાદ પડ્યો હતો. જૂનાગઢમાં સિઝનનો કુલ વરસાદ 35 ઇંચ થયો છે.જે સિઝનનો 91 ટકા વરસાદ છે. જૂનાગઢમાં સરેરાશ વરસાદ 958 મીમી થયો જોઇએ. તેની સામે જૂનાગઢમાં 876 મીમી વરસાદ પડી ગયો છે.

જિલ્લામાં સિઝનનો 79.08 ટકા વરસાદ

જૂનાગઢ જિલ્લામાં વર્ષ 1985 થી 2015નાં આંકડા મુજબ સરેરાશ 8921 મીમી વરસાદ થયો છે.તેની સામે જૂનાગઢ જિલ્લામાં 7055 મીમી વરસાદ થયો છે. તે મુજબ જૂનાગઢ જિલ્લામાં સરેરાશ 79.08 ટકા વરસાદ થયો છે.

અન્ય સમાચારો પણ છે...