વિસાવદરમાં 5 અને માળિયામાં 4 ઇંચ વરસાદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નાઘેરમાં ભાદરવો થયો ભરપુર, સમગ્ર પંથકમાં ચાર ઇંચ વરસાદ

નાઘેરપંથકમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા અવિરત વરસાદ વરસાવી ધરાને તરબોળ કરી રહયા છે અને શનિવારનાં રાત્રીનાં વીજળીનાં કડાકા- ભડાકા સાથે ફરી આગમન કરી વધુ 4 ઇંચ પાણી વરસાવી દીધુ હતું.

ઊના - ગીરગઢડા પંથકમાં શનિવારનાં રાત્રીથી વીજળીનાં કડાકા- ભડાકા અને ચમકારા સાથે ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થયેલ અને રવિવારે સવાર સુધીમાં અઢી ઇંચ પાણી વરસાવી દીધુ હતું. ત્યારબાદ પણ અવિરત મેઘસવારી રહી હતી અને સાંજ સુધીમાં ઊના - ગીરગઢડામાં 3 થી 3.5 ઇંચ જયારે પંથકનાં સનખડા, ગાંગડા, જરગલી, વડવિયાળા, સામતેર, કાણેકબરડા સહિતનાં ગામોમાં 4 ઇંચ જેવું પાણી વરસી જતાં ધરતીપુત્રો આનંદીત થઇ ઉઠયાં હતાં. ગતરાત્રીનાં ભારે પવન સાથે વરસાદ પડતાં બેડીયા ગામ નજીક વૃક્ષ ધરાસાયી થતાં કલાકો સુધી વાહન વ્યવહાર ખોરવાઇ ગયો હતો.

ગીરજંગલમાં પણ 3 ઇંચ જેવો વરસાદ પડી ગયો હતો. તાલુકાની જીવાદોરી સમાન મચ્છુન્દ્રી ડેમ 5 સેમી ઓવરફલો થયો હોવાનું તંત્રમાંથી જાણવા મળ્યું હતું. સમગ્ર પંથકમાં ભાદરવે અષાઢી માહોલ સર્જાતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે.

શનિવારનાં રાત્રીથી ગાજવીજ સાથે ફરી આગમન

અન્ય સમાચારો પણ છે...