તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢ પંથકનાં નવાગામની શાળાનાં છાત્રોએ 25 રસપ્રદ વિજ્ઞાન કૃતિ દર્શાવી

જૂનાગઢ પંથકનાં નવાગામની શાળાનાં છાત્રોએ 25 રસપ્રદ વિજ્ઞાન કૃતિ દર્શાવી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પર્યાવરણને સાંકળી ગણિત અને વિજ્ઞાન પર સીઆરસી કક્ષાનું પ્રદર્શન યોજાયુ હતું

જૂનાગઢતાલુકાની નવાગામ પ્રાથમિક શાળામાં સીઆરસી કક્ષાનું ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન- 2016 યોજાયુ હતું. જેમાં 25 કૃતિઓમાં વિદ્યાર્થીઓએ રસપ્રદ ઉપકરણો રજુ કર્યા હતા.

જૂનાગઢ તાલુકાની નવાગામ પ્રાથમિક શાળામાં સીઆરસી કક્ષાનું પ્રદર્શન અને બિલખા કન્યા પે.સે.કક્ષાની એસ.એમ.સી સભ્યોની તાલીમ યોજાઇ હતી. બાળકોમાં પડેલી સર્જનાત્મકતા અને સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા સરકાર દ્વારા દર વર્ષે ગણિત, વિજ્ઞાન પ્રદર્શન યોજાઇ છે. જેમાં બાળકો વૈવિધ્યસભર કૃતિઓ રજુ કરતા હોય છે. પ્રદર્શનમાં ચાલુ વર્ષે 25 કૃતિઓએ ભાગ લીધો હતો. તેમજ તમામ બાળકોને પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા હતા. તેમજ તાલીમમાં વિદ્યાર્થીના હિતલક્ષી તાલીમ આપવામાં આવી હતી. પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી જે.બી.શીલુ, તાલુકા પ્રા. શિક્ષક સંઘના રાજુભાઇ જોષી, મહામંત્રી દિનેશભાઇ ગોસ્વામી, નવાગામ સરપંચ મુળુભાઇ વાળા, એસ.અેમ.સીના અધ્યક્ષ ઇલાબેન માંગરોલીયા, આચાર્ય વિરાણી સહીતનાં ઉપસ્થિત રહ્યા હતા.

પ્રદર્શનમાં મહેમાનોએ છાત્રોને માર્ગદર્શન આપ્યું હતુ. તસ્વીર-મેહુલચોટલીયા

છાત્રોને માર્ગદર્શન અપાયું

અન્ય સમાચારો પણ છે...