• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢનાં આદર્શ નગરમાં લુખ્ખાઓનાં ત્રાસ સામે રેલી

જૂનાગઢનાં આદર્શ નગરમાં લુખ્ખાઓનાં ત્રાસ સામે રેલી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્થાનિકોએ શખ્સોને ઝડપી લેવા કરી માંગ

જૂનાગઢનાઆદર્શ નગરમાં રહેતા વેપારીના ઘરમાં તોડફોડ કરી વેપારી તથા પરિવારના સભ્યને ઇજા પહોચાડી હતી. બનાવ બાદ આજે આદર્શનગરના સ્થાનિકોએ રેલી કાઢી સુત્રોચ્ચાર કર્યો હતો.અને આરોપીને ઝડપી લઇ કડક સજા કરવા માંગ કરી હતી.

બનાવની મળતી વિગત મુજબ જૂનાગઢના આદર્શ નગરમાં રહેતા વિજય નરોત્તમભાઇ ધિરવાણીના ઘરમા કાનો જોષી,વીક્કી ,સન્ની ઉર્ફે હનીસીંગ સીંધી અને હર્ષદ નરોતમ સહીતનાએ વિજયની કારમાંથી માલસામાનની લુંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. ઘટનાંમાં વેપારીએ પોલીસ ફરિયાદ કરતા તમામ શખ્સે હથિયારોથી તેમના ઘરમાં હુમલો કરી ફરાર થઇ ગયા હતા.બનાવ બાદ અાજે આદર્શ નગરના સ્થાનિકોએ રેલી કાઢી સુત્રોચ્ચાર કર્યો હતો.અને તમામ શખ્સને વહેલી તકે ઝડપી લઇ કડક સજા કરવા માંગ કરી હતી. જૂનાગઢમાં બે દિવસથી હત્યાનો સિલસીલો ચાલું થયો છે. પહેલા પણ શહેરમાં કાયદો અને વ્યવસ્થાને લઇ અનેક વખત ફરિયાદો ઉઠતી રહે છે. ત્યારે જોષીપરામાં લોકોએ રેલી કાઢી પોલીસરાજની માંગ કરી હતી.

જોષીપરામાં લોકોએ રેલી યોજી હતી અને બેનર લગાડ્યા હતા કે, અમારે પોલીસ રાજ જોઇએ ગુંડારાજ નહીં તેમજ ગુંડારાજ બંધ કરવા સુત્રોચ્ચાર પોંકાર્યા હતા. તસ્વીર- મેહુલ ચોટલીયા

અન્ય સમાચારો પણ છે...