તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • ગોવર્ધન મઠ, પુરીનાં શંકરાચાર્ય 28 29મી નવેમ્બરનાં રોજ જૂનાગઢમાં

ગોવર્ધન મઠ, પુરીનાં શંકરાચાર્ય 28-29મી નવેમ્બરનાં રોજ જૂનાગઢમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ ગોવર્ધનમઠનાં પીઠાધીશ્વર નિશ્ચલાનંદ સરસ્વતીજી ધર્મસભાને સંબોધન કરશે

ભારતીયસંસ્કૃતિમાં અઢી હજાર વર્ષ પહેલાં આદિ શંકરાચાર્યે ભારતવર્ષમાં ચાર દિશાઓમાં દ્વારીકામાં શારદા મઠ, હિમાલયનાં બદ્રિનાથમાં જ્યોતિર્મઠ, ઓરિસ્સાનાં પુરીમાં ગોવર્ધન મઠ અને દક્ષિણ ભારતનાં કાંચી કામમોટીમાં શ્રૃંગેરી મઠ એમ 4 મઠની સ્થાપના કરી હતી. તેમની પરંપરા આજે પણ ઉત્તરોત્તર ચાલી આવે છે. જેમાં પુરીનાં ગોવર્ધન મઠનાં પીઠાધીશ્વર શંકરાચાર્ય નિશ્ચલાનંદ સરસ્વતીજી આગામી તા. 28 અને 29 નવેમ્બરે જૂનાગઢ આવનાર છે. તેઓ આદિ શંકરાચાર્યજીનાં 155 મા ઉત્તરાધિકારી મનાય છે.

જૂનાગઢમાં તેમનાં સ્વાગત સહિતનાં કાર્યક્રમોનાં આયોજન માટે શહેરનાં પોણા બસ્સો લોકોએ વિવિધ કમિટીઓ બનાવી છે. આજે આરએસએસનાં જૂનાગઢ અને ભાવનગર વિભાગનાં પ્રચારકની સંયુક્ત જવાબદારી સંભાળતા મહિપાલસિંહ ઠાકોર અને હિરેનભાઇ રૂપારેલીયાએ તેમના કાર્યક્રમની વિગતો આપી હતી. શંકરાચાર્ય નિશ્ચલાનંદ સરસ્વતીજી તા. 28 નવે. બપોરે ટ્રેન મારફત જૂનાગઢ આવી પહોંચશે. તેઓ ત્યાંથી સીધા પોતાનાં ઉતારે જશે. જ્યારે તેની સાથેની નારાયણ પાદુકા સ્વાગત સમિતી દ્વારા ભૂતનાથ મંદિરે લઇ જવાશે. અને ત્યાંથી 4:30 વાગ્યે પાદુકાની શોભાયાત્રા નિકળશે. જે રાજલક્ષ્મી પાર્ક ખાતે ધર્મસભામાં ફેરવાઇ જશે. પાદુકાનું કોઇપણ વ્યક્તિ પૂજન કરી શકશે. બાદમાં તા. 29 નવે. નાં રોજ બપોરે 11 થી 1:30 દરમ્યાન જૂનાગઢ કૃષિ યુનિ. ખાતે વેટરનરી સેમિનાર હોલમાં વિદ્વત ગોષ્ઠિ યોજાશે.

જેમાં ગણમાન્ય નાગરિકો સનાતન ધર્મ, દેશહિત, રાષ્ટ્ર સુરક્ષા, વ્યક્તિ પરિવાર અને સમાજ જીવનની આધ્યાત્મિક ઉન્નતિ જેવા વિષયો પર ચર્ચા થશે. ત્યારબાદ તેઓ સોમનાથ જવા રવાના થશે.

અન્ય સમાચારો પણ છે...