તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢ શહેરમાં મેયરનાં વોર્ડમાં રહેણાંક પ્લોટમાં કોમર્શીયલ બાંધકામ?

જૂનાગઢ શહેરમાં મેયરનાં વોર્ડમાં રહેણાંક પ્લોટમાં કોમર્શીયલ બાંધકામ?

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાજપશાસિત જૂનાગઢ મનપામાં શાસક પક્ષ 200 કરોડનાં વિકાસ કામોનાં બણગાં ફૂંકી રહ્યું છે. પરંતુ 200 કરોડ ક્યાં વપરાયા અને ક્યા એવા કામો થયા જેનાથી લોકોની સુખાકારીમાં વધારો થયો એક મોટો સવાલ છે. પરંતુ ગેરકાયદેસર બાંધકામોમાં ઉંડાણપૂર્વક નજર થાય તો ઘણુંખરું બહાર આવી શકે. મેયરનાં વોર્ડનો વિસ્તાર એવા રાયજીનગરનાં મેઇન ગેઇટ પાસે રહેણાંક હેતુનાં પ્લોટમાં કોમર્શીયલ બિલ્ડીંગ બની રહ્યાની રજૂઆતો ત્યાંનાં રહીશો દ્વારા થઇ છે. તો શું પદાધિકારીઓ કે અધિકારીઓનાં ધ્યાને નથી આવ્યું .ω જૂનાગઢનાં રાયજીનગરનાં મુખ્ય દરવાજા પાસે એક રહેણાંક હેતુ માટેનાં પ્લોટમાં કોમર્શીયલ બાંધકામ થઇ રહ્યાની રજૂઆતો શુક્રવારે રહીશો દ્વારા કરાઇ હતી. મામલે ભાજપનાં એક વ્યક્તિનું નામ પણ આવી રહ્યું છે. રાયજીનગર વિસ્તાર વોર્ડ નં. 15 માં આવે છે.

જે મેયરનો વોર્ડ છે. ત્યારે બાબતને લઇને તંત્ર દ્વારા કોમર્શીયલની મંજૂરી કઇ રીતે અપાઇ પણ એક સવાલ ઉભો થયો છે. મંજૂરી આપવા બાબતે ઘણા મુદ્દાઓ ધ્યાનમાં લઇને વાતો થતી હતી ત્યારે અચાનકજ રહેણાંક હેતુનાં પ્લોટમાં કોમર્શીયલ બાંધકામનો મુદ્દો ઉછળ્યો છે.

તો બાબતે જવાબદાર અધિકારીઓની ભૂમિકા શું અને આખા પ્રકરણની અંદર શું કોઇની મિલીભગત છે કે પછી અન્ય કોઇ બાબતો ખરેખર તો તમામ મુદ્દાઓ પર ઉંડાણપૂર્વક તપાસ થાય તો ખરી હકીકતો બહાર આવી શકે એમ છે. અગાઉ ઘણી વખત માત્ર નાના કર્મચારીઓને મ્હોરું બનાવી દેવાનાં કિસ્સા પણ સામે આવ્યા છે. ત્યારે પ્રકરણમાં મસ મોટી વાતો કરતો શાસક પક્ષ કઇ નિદ્રામાં છે એવો સવાલ ઉઠવો સ્વાભાવિક છે. ઉલ્લેખનીય છે કે, હજુ પણ એક ગેરકાયદેસર બાંધકામનો મામલો સપાટી પર આવવાની તૈયારીમાં છે. ત્યારે ઘણા ખરા એવા લોકોને ભીંસ પડી જશે તેમાં શંકા નથી.

જવાબદાર અધિકારીઓ કે પદાધિકારીઓ શું કાંઇ જાણતા નથી ?

અન્ય સમાચારો પણ છે...