તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • એકલવ્ય પબ્લીક સ્કુલમાં રોકેટ સાન્યસનું ડેમોન્સ્ટ્રેશન યોજાયું

એકલવ્ય પબ્લીક સ્કુલમાં રોકેટ સાન્યસનું ડેમોન્સ્ટ્રેશન યોજાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છાત્રોએ એરપ્રેશરની મદદથી વોટર બેઇઝ રોકેટ ઉડાડયાં

જૂનાગઢશહેરનાં ઝાંઝરડા રોડ પર સ્થાપીત એકલવ્ય પબ્લીક સ્કુલનાં વિદ્યાર્થીઓને અભ્યાસ માટેનો અભિગમ ફકત પુસ્તકોમાં જ્ઞાન પુરતો સિમીત નાં રાખતા એપ્લીકેશન ઓફ નોલેજ અભિગમ સાથે જ્ઞાનનો પ્રેકટીકલ ઉપયોગ કેવી રીતે કરવો તે રહેતો હોય છે. સામાન્ય રીતે હાઇસકુલ વિભાગનાં બાળકો સાયન્સ લેબમાં જોવા મળતાં હોય છે. પરંતુ અહીં ધોરણ 1 થી બાળકો નિયમીત પણે સાયન્સલેબમાં જઇ પ્રયોગો કરતાં હોય છે.

શનિવારે વિદ્યાર્થીઓમાં રોકેટ સાયન્સ તથા ન્યુટનનાં નિયમો સરળતાથી સમજાય તે માટે પ્રેકટીકલ ડેમોસ્ટ્રેશન યોજાયું હતું. જેમાં શાળાનાં ગ્રાઉન્ડમાં વિદ્યાર્થીઓએ એરપ્રેશરની મદદથી વોટર બેઇઝડ રોકેડ ઉડાડયા હતાં અને પ્રત્યક્ષ રીતે વિજ્ઞાનનાં સિધ્ધાંતો દ્રઢ કર્યા હતાં.

વિદ્યાર્થીઓને ડેમોસ્ટ્રેશન માટે જરૂરી માર્ગદર્શન શાળાનાં શિક્ષકો તથા પ્રિન્સીપાલ પુરૂ પાડયું હતું. પ્રમુખ નિલેશભાઇ ધુલેશીયા, ઉપપ્રમુખ વિનુભાઇ અમીપરા, ટ્રસ્ટી કલ્પેશ શાહ તથા મેનેજીંગ ટ્રસ્ટી ચેતનભાઇ શાહે વિદ્યાર્થીઓ તથા સ્ટાફને પ્રકારનાં વધુ પ્રયોગો કરી વિજ્ઞાનનાં સિધ્ધાંતોને વધુ દ્રઢ કરવા અપીલ કરી હતી.

રોકેટ સાયન્સ અંગે છાત્રને માર્ગદર્શન અપાયુ. તસ્વીર: મેહુલ ચોટલીયા

રોકેટ સાયન્સ અંગે માર્ગદર્શન અપાયું

અન્ય સમાચારો પણ છે...