તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એક ભારત શ્રેષ્ઠ ભારત થીમ પર યોજાઇ અનેક સ્પર્ધા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કૃષિ યુનિ.માં સાંસ્કૃતિક, સાહિત્યિક સ્પર્ધાનું આયોજન

છાત્રોએ વકતૃત્વ,નાટક, માઇમ સ્પર્ધાથી પોતાના વિચાર રજુ કર્યા

જૂનાગઢકૃષિ યુનિવર્સિટીમાં એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમને સાંકળી ગુજરાત રાજ્ય આંતર કૃષિ યુનિવર્સિટી સાંસ્કૃતિક અને સાહિત્યિક સ્પર્ધાઓનું આયોજન કરાયું હતુરંગોળી,માઇમ, નાટક ,વકતૃત્વ સ્પર્ધામાં 120 છાત્રોએ ભાગ લઇ તેમના વિચાર રજુ કર્યા હતા.

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ પર ગુજરાત રાજ્ય આંતર કૃષિ યુનિવર્સિટી સાંસ્કૃતિક અને સાહિત્યિક સ્પર્ધાઓનું યુનિવર્સિટીના કુલપતિ ડો.એ.આર પાઠકના અધ્યક્ષ સ્થાને આયોજન કરવામાં આવ્યું હતુ. સ્પર્ધાનો પ્રારંભ કૃષિ પરિવાર કેમ્પસ મહિલા મંડળના પ્રમુખ કૈલાસબેન પાઠકે કર્યુ હતુ. તેમજ તેમના પ્રવચનમાં છાત્ર કલાકારોને પાત્રમાં સહ્રદય લીન થઇ ભાગ લેવા જણાવ્યું હતુ. સ્પર્ધાઓ પૈકી લોક નૃત્ય,માઇમ શિઘ્ર વકતૃત્વમાં કૃષિ યુનિવર્સિટીના છાત્રો વિજેતા બન્યા હતા. સ્પર્ધાના અંતમાં ડો.પી.વી પટેલ,ડો.એસ.એચ અકબરી,એસ.કે જેઠાણી,એ વિજેતાઓને ટ્રોફી આપી પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમને સીમાબેન માંડવીયા, ડો.ડી.વી.ભુત, ડો. આર.જે પાડોદરા, પ્રો.પફીબેન દવે, ડો.લતાબેન દવેએ જહેમત ઉઠાવી હતી.

કૃષિ યુનિ.નાં છાત્રોએ સ્પર્ધામાં મેડલ જીત્યા હતા. તસ્વીર: મેહુલ ચોટલીયા

છાત્રોએ સ્પર્ધામાં મેડલ જીત્યા

અન્ય સમાચારો પણ છે...