તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ત્રિદિવસીય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
30 કૃષિ વૈજ્ઞાનિકોએ તાલીમમાં ભાગ લીધો : કોમ્યુનિટી રેડીયોનાં ફાયદા જણાવાયા

કોમ્યુનિટી રેડીયો ફોર એગ્રીકલ્ચર પર તાલીમ કાર્યક્રમનું આયોજન કરાયું

જૂનાગઢનકૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ ખાતે તાજેતરમાં કોમ્યુનીટી રેડીયો ફોર એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ અંગે હૈદ્રાબાદ ખાતેની મેનેજ સંસ્થાના સહયોગમાં તા.22,24 નવે.2016 ચાર દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાઇ ગયો. જેમાં 30 કૃષિ વૈજ્ઞાનિકો, શિક્ષકોએ ભાગ લીધો હતો. કોમ્યુનિટી રેડીયો સ્ટેશન મર્યાદિત વિસ્તારમાં કોમ્યુનિટીના અવાજને પ્રતિબિંબિત કરવા માટે શિક્ષણ, મનોરંજન અને માહિતીની આપ-લે કરવા માટે સ્થાપવામાં આવે છે. તે સ્થાપિત કરવા માટેની પરમીશન અને તેને સતત કાર્યરત રાખવા માટે કાર્યક્રમોનું સર્જન અને જાળવણી અંગે નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ.

કુલપતિ ડો.એ.આર.પાઠકએ યુનિવર્સિટી ખાતેનાં જૂનાગઢ જનવાણી 91.2 એફએમની પ્રસરણની સરાહના કરી ડો.એ.એમ.પારખીયા, વિસ્તરણ શિક્ષણ નિયામકએ કોમ્યુનિટી રેડીયોને વધારે વ્યાપક અને અસરકારક બનાવી કૃષિ વિસતરણને વેગવંતુ બનાવવા અનુરોધ કર્યો હતો. પ્રસંગે પ્રો.વી.એમ.ભટ્ટે સ્વાગત કરેલ અને કાર્યક્રમમાં મેનેજ, હૈદ્રાબાદના ડેપ્યુટી ડાયરેકટર અને કોર્ષ કો.ઓર્ડીનેટર ડો.લક્ષ્મીમૂર્તિ પણ ઉપસ્થિત રહયાં હતા. સમગ્ર તાલીમ વર્ગનું સંચાલન ડો.જી.આર. ગોહિલએ કર્યુ હતું.

કૃષિ ક્ષેત્રે રેડીયોનું મહત્વ અંગે લોકોને માર્ગદર્શન અપાયું હતુ.

કૃષિ તજજ્ઞોએ માર્ગદર્શન આપ્યું

અન્ય સમાચારો પણ છે...