તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંવિધાન દિવસે છાત્રાઓએ આપ્યા 50 પ્રશ્નોનાં ઉત્તરો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહિલા કોલેજમાં સંવિધાન દિવસ ઉજવાયો

શહેરનાંપટેલ કેળવણી મંડળ સંચાલિત એમ.એમ. ઘોડાસરા મહિલ કોલેજમાં તા.24 નવેમ્બરે સંવિધાન દિવસન દિવસની ઉજવણી કરાઇ હતી. જેમાં કોલેજનાં આઇક્યુએસી અને કાર્યક્રમનાં સંયોજક અને સંચાલક પ્રો. ડો. રમેશ સાગઠિયાએ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં વડાપ્રધાનની બંધારણ વિશેની વિડીયો ક્લિપ અને બંધારણ વિષયક 3 વિડીયો ક્લિપ દર્શાવવામાં આવી હતી. પ્રિન્સિપાલ ડો. ડઢાણીયાએ સામાજીક સમરસતા અને નિષ્ઠાબેન દેસાઇએ નાગરિક ધર્મ વિશે પ્રાસંગિક વ્યાખ્યાન આપ્યા હતા. વૈકલ્પિક પ્રશ્નાવલિમાં ભૂતિયા ભાવના પ્રથમ, ભલાણી પ્રિતી દ્વિતીય તેમજ પરમાર જિજ્ઞાસા અને પોંકીયા બંસી ત્રીજા ક્રમે વિજેતા થયા હતા. પ્રમુખ મોહનભાઇ પટેલ અને કમિટી ઇન્ચાર્જ ડો. આંકોલાએ અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...