તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • માખીયાળામાં સ્વચ્છતાનાં સંદેશ સાથે બેનર રેલી નિકળી

માખીયાળામાં સ્વચ્છતાનાં સંદેશ સાથે બેનર રેલી નિકળી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્વચ્છ ભારત અંતર્ગત કાર્યક્રમ યોજાયો

જૂનાગઢતાલુકાના માખીયાળા ગામે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગામની તમામ સરકારી અને ખાનગી શાળાઓ અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા લોક જાગૃતિ રેલી અને સ્વચ્છતા કાર્યક્રમનું સામૂહિક રીતે આયોજન કરવામાં આવ્યું હતું.

શાળાઓના બાળકો, યુવાનો, ગામના આગેવાનો અને શિક્ષકો સામૂહિક સ્વચ્છતાના ભગીરથ કાર્યમાં જોડાયા હતા. રેલી દ્વારા દરેક શેરીમાં ફરી લોક જાગૃતિનો સંદેેશ આપવામાં આવ્યો હતો.ગામની જાહેર જગ્યાઅો પર સામૂહીક ઝુંબેશ થકી સફાઇ કરવામાં આવી હતી.

સ્વચ્છતા મિશન અંતર્ગત લોકજાગૃતિ અને સફાઇ બાદ સભા આયોજન કરાઇ જેમાં બાળકો, યુવાનોને સફાઇ બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સ્વચ્છતાના નમૂનારૂપી કામગીરી કરનારને ગ્રામ પંચાયત દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. તમામ શાળાઓને રીલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ફૂટબોલ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં રમેશભાઇ ગજેરા બાબુભાઇ ગજેરા તેમજ મોટી સંખ્યામાં ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામજનોએ સ્વચ્છ ભારતનો સંદેશો સાચા અર્થમાં સફળ બનાવવ માટે છાત્રો સાથે મળીને સાફઇ હાથ ધરી હતી અને ગામને સ્વચ્છ બનાવ્યું હતુ.

છાત્રો, શિક્ષકો, ગ્રામજનો સહીતનાંઓ કાર્યક્રમમાં જોડાયા હતાં. તસ્વીર- મનિષ જોષી

અન્ય સમાચારો પણ છે...