• Gujarati News
  • વંથલી ગામમાં ભુગર્ભ ગટરનાં કામને લઇ લોકોને ભોગવવી પડે છે હાલાકી

વંથલી ગામમાં ભુગર્ભ ગટરનાં કામને લઇ લોકોને ભોગવવી પડે છે હાલાકી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતસરકાર દ્વારા ભુર્ગભ ગટરની યોજના અંતર્ગત નાના-મોટા શહેરોમાં ભુર્ગભમાં ગટર બેસાડવા આવ્યા છે. યોજના અંતર્ગત છેલ્લા 8 મહિનાથી વધારે સમયથી ભુર્ગભમાં ગટર બનાવવાની કામગીરીઓ ચાલુ છે. જેના માટે અનેક શહેરોને મોટી રકમ ફાળવવામાં આવી હતી. જૂનાગઢનાં વંથલી શહેર વિસ્તારના મુખ્ય રોડની વચ્ચેથી તંત્ર દ્વારા ભુગર્ભ ગટર બનાવી માટી ભરી ખાડાઓ પુરી દેવામાં આવ્યા હતા. સાથે ગઇકાલે વંથલી શહેરમાં મેધરાજાની કૃપાથી 7 ઇંચ વરસાદ પડતાં શહેરમાં પાણી-પાણી થઇ ગયું હતું. નવદુર્ગા ચોક પાસે વરસાદના પાણીથી ભુગર્ભ ગટર ઉપર લાકોનાં વાહનોનાં વ્હીલ અંદર ખુચી જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. સાથે આજના સમયના જાગૃત યુવાનો સરકારની ભુગર્ભ ગટર યોજનાથી લોકોને થઇ રહેલી પરેશાની ફોટા રૂપે સોશ્યલ મીડિયા દ્વારા રોષ વ્યક્ત કરી છે.

}હાર્દિક કારીયા

^આ ગટર યોજનામાં કોન્ટ્રક્ટર દ્વારા રોડની વચ્ચે મોટા ખાડા રાખી દેવામાં આવ્યાં છે. જેના કારણે વંથલીમાં અનેકવાર લોકોની ગાડીઓ સ્લીપ ખાઇ જાય છે. અને નાના મોટા અકસ્માતોના બનાવોની ધટના રોજબરોજ બને છે જેને પોલીસના ચોપડે નોંધ થતી નથી.> પ્રમોદભાઇચાવડા, (નાગરીક)