• Gujarati News
  • જૂનાગઢમાં અષાઢી વરસાદે ખોલી મનપાની પોલ : રસ્તા ધોવાઇ ગયા

જૂનાગઢમાં અષાઢી વરસાદે ખોલી મનપાની પોલ : રસ્તા ધોવાઇ ગયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢપંથક વિસ્તારમાં મેઘરાજાની કૃપાથી શહેર તેમજ તાલેકા અને ગામડાઓમાં મેધ વરસી છે. જેમાં શહેર વિસ્તારમાં વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, શહેરના રસ્તાઓ પર મોટો મોટા ગાબડા પડી ગયા છે. ઉપરાંત મનપા દ્વારા બનાવવામાં આવેલા RCC રોડ બેસી જવાથી મહાનગરપાલીકા તંત્રની બેદરકારી સામે આવતા લોકોને પરેશાની વેઠવી પડી છે.

છેલ્લા બે દિવસ થી જૂનાગઢનાં શહેર વિસ્તારમાં અને ગામડાઓમાં મેધરાજાએ કૃપા વરસાવી છે. જેને જગતનાં તાત કહેવાતા ખેડુતોમાં હર્ષની લાગણી જોળી છે. છેલ્લા બે દિવસથી ગુજરાતમાં જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ વરસાદ પડ્યો છે. જેમાં જિલ્લામાં શહેર વિસ્તારમાં વધુ વરસાદ પડતાં શહેરમાં અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાસાયી થયા છે. શહેરી ગલીઓ અને રસ્તાઓમાં પાણી ભરાયા છે. શહેરના નાનામોટા રસ્તાઓમાં મોટામોટા ગાબડાઓ પડ્યાં છે. ઉપરાંત શહેરનાં રસ્તાઓમાં બનાવવામાં આવેલા નવા આરસીસી રોડ અડધા ફુટ સુધી ઉંડા બેસી જવાથી મહાનગર પાલીકાની બેદરકારી સામે આવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવા પડ્યો છે.

શહેરમાં મજેવડી ગેટની બાજુમાં આવેલ રેલ્વે સ્ટેશન તરફ જતા વળાંકનો આરસીસી રોડ અડધા ફુટ જેટલો ઉંડો બેસી જતા મનપાની પોલ લોકોની સામે આવી છે. આથી લોકોમાં હાલાકી સાથે રોષ જોવા મળે છે. અત્રે નોંધનીય છે કે, લગભગ તમામ શહેરોમાં રસ્તાનાં કામોમાં સૌથી વધુ ગોટાળા થતા હોય છે. અને વરસાદ પોલ ખોલી નાખવાનું કામ કરે છે. આમ છતાં સત્તાધીશો મામલે આંખ આડા કાન કરે છે. અને રસ્તામાં ડામરનું પ્રમાણ હંમેશા ઓછુ રહે છે.