- Gujarati News
- વોંકળા સાંકડા કરનારાને છાવરવા નરસિંહ સરોવર નથી છલકાવાતંુ ?
વોંકળા સાંકડા કરનારાને છાવરવા નરસિંહ સરોવર નથી છલકાવાતંુ ?
જૂનાગઢશહેરમાં છેલ્લા 48 કલાક દરમ્યાન અનરાધાન વરસાદ વરસ્યો. નદી-નાળાં છલકાઇ ઉઠ્યા. રવિવારે સાંજથી કાળવો બે કાંઠે વ્હેવા લાગ્યો. પરંતુ શહેરને રમણીય બનાવવાની સાથે પાણીનાં તળને સાજા રાખતું નરસિંહ મહેતા સરોવર હજુ સુધી કેમ છલકાયું એવો સવાલ લોકોમાંથી ઉઠી રહ્યો છે. ગિરનારનાં જંગલમાં ધોધમાર વરસાદ પડે એટલે નરસિંહ મહેતા સરોવર આખું ભરાઇ જાય.
નરસીંહ સરોવરને ઓવરફ્લો કરવા માટે 48 કલાકનો અનરાધાર વરસાદ અત્યાર સુધી પૂરતો રહ્યો છે. ત્રણેક દિવસની વરસાદી હેલી આવે અને ગિરનાર-દાતારમાં વરસાદ બાદ કાળવામાં પુર આવે એટલે નરસીંહ સરોવર આરામથી ભરાઇ જાય એવું જૂનાગઢવાસીઓએ અત્યાર સુધીમાં જોયું અનુભવ્યું છે. પરંતુ વખતે બે દિવસ પહેલાં ગિરનાર જંગલમાં સારો એવો વરસાદ થયો, કાળવામાં પાણી પણ વ્હેવા લાગ્યું છત્તાં નરસિંહ મહેતા સરોવર હજુ સુધી કેમ ઓવરફ્લો નથી થયું. એવો સવાલ લોકોમાંથી ઉઠી રહ્યો છે. અહીંથી પસાર થતા લોકો હિલોળા લેતા સરોવરનાં પાણીને જોવા રોકાઇ જાય છે. તો ઝાંઝરડા રોડ પર જતા લોકો અચૂકપણે પેટ્રોલપંપ પાસે પહોંચતાં નરસિંહ સરોવર ઓવરફ્લો થયું કે નહીં કુતૂહલવશ જોયા વિના રહી શકતા નથી. અંગે એડવોકેટ કમ નોટરી અશ્વિન મણિયારે રોષપૂર્વક કહે છે, નરસિંહ સરોવરમાં પાણી વાળવા માટે કાળવાનાં વ્હેણમાં સ્વામીનારાયણ ગુરુકુળની પાછળનાં ભાગે પાટિયાં મારવાનાં હોય છે. જોકે, નરસિંહ સરોવરમાં પાણી વ્હેલું ભરાઇ જાય. અને પછી આખી સીઝન સરોવર ઓવરફ્લો થતું રહે તો તેનું પાણી ત્યાંથી નિકળતા વોંકળામાં જાય. અને વોંકળાનાં વ્હેણને સાંકડું તો ક્યાંક ઉપરથી બંધ કરી દેવાયું છે. પરિણામે વોંકળાનું પાણી રસ્તા પર આવી જાય. મનપા તંત્ર આવા ગેરકાયદેસર બાંધકામોને છાવરવા માટે નરસિંહ સરોવર પહેલાજ વરસાદે ભરાઇ જાય એવી સ્થિતી રહેવા દેવા નથી માંગતું. એવો આક્ષેપ પણ તેમણે કર્યો હતો.
ગંદું પાણી જવા દીધું : તંત્રનો બચાવ
અંગેમનપાનાં નગર ઇજનેર વાઢેર કહે છે, કાળવામાં ગંદું પાણી હોય એટલે પહેલાં તેને વહાવી દઇએ. અને પછી તેમાં પાણી ભરવાનું શરૂ કરીએ. આમેય સરોવર તો ઓગષ્ટનાં અંતેજ ભરાય છે. અને અત્યારે તો તેમાં પાણી વાળવા માટે કાળવામાં પાટિયાં મારેલાં છે.
ગાંડીવેલકાઢવા કવાયત હાથ ધરાઇ
નરસિંહસરોવરમાં આવી ચઢેલી ગાંડી વેલ મનપા તંત્રએ હજુ તો પૂરી કાઢી પહેલાંજ જોરદાર વરસાદમાં ફરીથી તેમાં વેલ અાવી ચઢી છે. આથી મનપા તંત્રએ વેલ કાઢવા માટેની કવાયત હાથ ધરી છે. }ફાઇલતસ્વીર