• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢનામધુસુદન ભુવાએ રાજકોટમાં 2001માં આવેલા પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામને

જૂનાગઢનામધુસુદન ભુવાએ રાજકોટમાં 2001માં આવેલા પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામને

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢનામધુસુદન ભુવાએ રાજકોટમાં 2001માં આવેલા પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામને સોનાનું સન્માનપત્ર આપી સન્માન કર્યુ હતું. સન્માનપત્ર આપવા જતાં રસ્તામાં ટ્રાફીકનાં કારણે 40 મીનિટ મોડું થયું પણ કલામે બીજી ચર્ચાઓ કરીને રાહ જોઇ હતી.

આપણા પૂર્વ રાષ્ટ્રપતિ ડો.એપીજે અબ્દુલ કલામ 2001ની સાલમાં રીજયુનલ સાયન્સ સેન્ટર રાજકોટમાં આવ્યા હતાં. તે સમયે વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને નવું શીખવવાની આવડત સાથે તેઓ ત્યાં હાજર રહયાં હતાં. રીજયુનલ સાયન્સ સેન્ટર રાજકોટના પ્રમુખ ગીજુભાઇ ભરાડ અને ઉપપ્રમુખ ડો.એન.જી.ભટ્ટની અધ્યક્ષતામાં કલામ રાજકોટ આવ્યા હતા. ત્યારે તેમને જૂનાગઢના મધુસુદન ભુવાના હસ્તે સોનાનાં સન્માન પત્રથી સ્વાગત કરવાનું નક્કી કરાયું હતું.આ સમયે મધુસુદન ભુવાને જતાં રસ્તામાં ટ્રાફીક નડતા તેઓ 40 મિનીટ મોડાં પહોંચ્યા હતા ત્યારે ત્યાં સૌ કોઇએ આવતા વર્ષે સન્માનપત્ર આપવાનું નક્કી કર્યુ હતું. પરંતુ જીંદગીની સાદગી તેમજ પરિસ્થિતિ જોતાં તેઓએ વિધાર્થી સાથે વાર્તાલાપ કરી સમય કાઢયો હતો. મધુસુદન ભુવાએ જણાવ્યું હતુ઼ કે, એપીજે અબ્દુલ કલામે પરિસ્થિતિ અને સંજોગો જોઇને વિધાર્થીઓ સાથે વધુ સમય કાઢયો હતો. મારે 40 મિનીટ મોડું થયું હતું અને આવતા વર્ષે કાર્યક્રમમાં સન્માનપત્ર આપવાનું યોજયું હતું. પરંતુ કલામે સમયની રાહ જોઇ હતી અને સોનાનું સન્માનપત્ર સ્વીકાર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...