તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

1 લંડન નાસી ગયો, અન્ય આરોપીઓને શોધવા પોલીસની કવાયત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ જિલ્લાનાં વંથલી મદ્રેસાનાં 2 ટ્રસ્ટીઓ 6 દિવસનાં રિમાન્ડ પર

દુષ્કર્મ,સૃષ્ટી વિરૂધ્ધની કૃત્ય પ્રકરણનાં ગુનામાં વંથલી મદ્રેસાનાં બે ટ્રસ્ટીનાં 6 દિવસનાં રિમાન્ડ કોર્ટે મંજુર કર્યા હતાં. અન્ય આરોપીઓને શોધવા પોલીસ ટીમે કવાયત હાથ ધરી છે. વંથલી - જૂનાગઢ રોડ પર આવેલા જામીયા તાલીમુલ કુરઆન મદ્રેસાનાં સંચાલકો ઇશા મુસા કરૂડ, ઇલિયાસ ઇશા કરૂડ, મૌલવી મહમદ મુસા કરૂડ ઉર્ફે દાવડા, જકરીયા મહમદ કરૂડ વિરૂધ્ધ દુષ્કર્મ, સૃષ્ટીવિરૂધ્ધનું કૃત્ય કર્યાની વંથલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ કોઇ તપાસ થતી હોય ભોગ બનનાર મહિલાઓએ હાઇકોર્ટમાં અરજી કરતાં તે મંજુર કરી હાઇકોર્ટે જૂનાગઢ રેન્જ આઇજીને તપાસ કરવાની સુચના આપ્યા બાદ પોરબંદરનાં એસપીને તપાસ સોંપી હતી અને ભોગ બનનાર તેમજ સાક્ષીઓનાં નિવેદન લીધેલ. દરમિયાન જકરીયા કરૂડ લંડન નાસી ગયેલ અને જયારે અન્ય ત્રણ શખ્સોએ જૂનાગઢ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરતાં તે ફગાવી દેવાઇ હતી. બાદમાં એસપીની ટીમે ઇશા કરૂડ અને ઇલિયાસ કરૂડને ઝડપી લઇ ગત તા.25નાં વંથલી કોર્ટમાં રજુ કરી ગુનામાં વપરાયેલી ગાડી કબજે કરવાની હોય તેમજ શખ્સોને કોણે - કોણે આશરો આપ્યો હતો અને અન્ય આરોપીઓ નાસતા ફરતા હોય તેને પકડવાનાં બાકી હોય ઝડપાયેલા આરોપીઓની વધુ પુછપરછ કરવાની હોવાની દલીલો રજુ કરતાં જે કોર્ટે ગ્રાહય રાખી બંનેનાં 1 ડિસે. સુધી 6 દિવસનાં રિમાન્ડ મંજુર કર્યા હતાં.

દુષ્કર્મ અને સૃષ્ટી વિરૂધ્ધનાં કૃત્ય પ્રકરણનાં ગુનામાં

શરતોનું પાલન કરતા હોઇ જામીન રદ કરો

ઇશાકરૂડ અને ઇલિયાસ કરૂડ સામે અગાઉ મદ્રેસામાં ચાર બાળકો સાથે સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્ય આચર્યાનો ગુનો નોંધાયો હોય અને હાઇકોર્ટે શરતોને આધીન જામીન પર મુકત કરેલ પરંતુ આરોપીઓ શરતોનું પાલન કરતાં હોય જામીન રદ કરવા પણ ફરિયાદ પક્ષ દ્વારા જૂનાગઢ સેશન્સ કોર્ટમાં અરજી દાખલ થયેલ છે અને તે પણ હિયરીંગ પર છે.

અન્ય સમાચારો પણ છે...