રેન્જ DIGએ 4 જિલ્લાની પોલીસને બોલાવી લીધી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોટું ઓપરેશન કે મોકડ્રિલ ? જૂનાગઢથી રવાના

જૂનાગઢરેન્જ આઇજીએ આજે બપોર બાદ ચાર જિલ્લાનાં સેંકડો પોલીસ કર્મીઓને રેન્જ વડામથકે બોલાવી લીધા હતા. જ્યાં તેઓનાં મોબાઇલ ફોન સ્વીચ ઓફ કરી લઇ લેવામાં આવ્યા હતા. અને બાદમાં તેઓને ખાનગી બસોમાં બેસાડી અલગ અલગ સ્થળે રવાના કરી દીધા હતા. જોકે, એવી વાત પણ મળી હતી કે, પોલીસની કોઇપણ સ્થળે ઝડપથી પહોંચવા માટેની મોકડ્રિલ માત્ર હતી. આમ છત્તાં આટલા મોટા પાયે આવી મોકડ્રિલ થઇ હોઇ પોલીસ દ્વારા કોઇ મોટું ઓપરેશન તો હાથ ધરાનાર નથીને એવી અટકળો પણ વ્હેતી થઇ હતી. મોડી રાતે મળતા અહેવાલો મુજબ, પોલીસ કાફલો દરિયાઇ પટ્ટી વિસ્તારમાં મોકલાયો હતો. અને બાદમાં ઇન્કમટેક્ષનાં અધિકારીઓ પણ જોડાયાનાં અહેવાલો શરૂ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...