તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાસરીયાનાં ત્રાસથી કંટાળી પરિણીતાએ જાત સળગાવી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માણાવદરનાંપીપલાણા ગામે સાસરીયાનાં ત્રાસથી પરિણીતાએ અગ્નિસ્નાન કરી લેતા ગંભીર રીતે દાઝી જતાં સારવારમાં ખસેડાઇ હતી. પોલીસે ગુનો નોંધી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વીગત મુજબ, માણાવદરનાં પીપલાણા ગામે રહેતી પરિણીતા પુંજાબેન રમેશભાઇ ચોટલીયા (ઉ.વ.22)ને તેનાં સાસુ લાભુબેન ત્રિકમ અને કાકી સાસુ સવિતાબેન ગોકળ ઘરકામ બાબતે અવાર-નવાર કચકચ કરી દુ:ખત્રાસ આપતા હોય ગત તા.13નાં સાંજનાં અરસામાં માર મારી બીજા રૂમમાં ઢસડીને લઇ જઇ ત્યાં તેના પતિનાં કપડાનો ઢગલો કરી પુંજાબેનનાં શરીરે કેરોસીન છાંટી બાકસની પેટી ફેંકી સળગી જવા ઉશ્કેરતા પુજાબેને આવેશમાં આવી દિવાસળીની કાંડી ચાંપી દેતા આખા શરીરે ગંભીર રીતે દાઝી જતાં સારવારમાં ખસેડાઇ હતી.

પોલીસે પુંજાબેનનાં નિવેદન આધારે ગુનો નોંધી પીએસઆઇ ભોરણીયાએ આગળની તપાસ હાથ ધરી છે.

જયારે અન્ય એક બનાવમાં માણાવદરનાં કતકપરા ગામે રહેતા રાજેશભાઇ સોલંકીનાં પિતા ઘેલાભાઇએ આઠેક વર્ષ પહેલા એટ્રોસીટીની ફરિયાદ કરી હોય અને આરોપીઓની સામે ચૂંટણી લડતા હોય જેનો ખાર રાખી આરીફ તૈયબ સેતા, હાસમ મોતી સેતા, તૈયબ મોતી સેતાએ રાજેશભાઇને માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવમાં એસસી એસટી સેલનાં ડીવાયએસપી વાઘેલાએ આગળની તપાસ હાથ ધરી છે.

ગંભીર હાલતમાં સારવારમાં ખસેડાઇ

અન્ય સમાચારો પણ છે...