• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢ પોલીસમાં 30 જુનથી 3 PSI મળી 34 પોલીસ કર્મીઓ થશે નિવૃત

જૂનાગઢ પોલીસમાં 30 જુનથી 3 PSI મળી 34 પોલીસ કર્મીઓ થશે નિવૃત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસ કર્મીઓની ઘટતી સંખ્યાથી રોજીંદી કામગીરીમાં અસર થશે

જૂનાગઢપોલીસમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ પૈકી કેટલાક પોલીસકર્મીઓ 30મી જૂનથી વયમર્યાદાના કારણે નિવૃત થઇ રહ્યા છે. નિવૃત થનારમાં 3 પીએસઆઇ સહિત 34 પોલીસકર્મીનો સમાવેશ થાય છે.પોલીસ કર્મચારીઓની ઘટતી સંખ્યા વચ્ચે માત્ર જૂનાગઢ શહેરના 20 પોલીસકર્મીઓ નિવૃત થતા રોજીંદી કામગીરીમાં અસર થવાની શક્યતા છે.

સામાન્ય રીતે જૂન મહિનાના અંતમાં સરકારી કચેરીઓમાં મોટી સંખ્યામાં વયમર્યાદા પૂર્ણ થતા કર્મચારીઓ નિવૃત થતા હોય છે. જોકે તેની સામે સરકાર દ્વારા ભરતી પ્રક્રીયા સમયસર કરવામાં આવતા કર્મચારીઓની ઘટ્ટ થતી હોય છે અને રોજીંદી કામગીરી ખોરવાતી હોય છે. ખાસ કરીને પોલીસ સ્ટેશનમાં સૌથી વધુ કર્મચારીઓની ઘટ્ટ જોવા મળતી હોય છે. જૂનાગઢ જિલ્લા પોલીસમાં 30 જૂનથી એક સાથે 34 પોલીસ કર્મચારીઓની વય મર્યાદા પૂર્ણ થતા નિવૃત થવા જઇ રહ્યા છે. જેમાં 3 પીએસઆઇ,જૂનાગઢ પોલીસ કન્ટ્રોલમાં ફરજ બજાવતા લાલજીભાઇ ભટ્ટ સહિતના 34 પોલીસ કર્મચારીઓનો સમાવેશ થાય છે. સૌથી વધુ જૂનાગઢના ડિવિઝન,બી ડિવિઝન,સી ડિવિઝન અને ભવનાથ પોલીસ સ્ટેશનના 20 પોલીસ કર્મચારીઓ નિવૃત થઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...