તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • ખેડૂતોનાં પ્રશ્ને વિસાવદરમાં કોંગ્રેસનું મહાસંમેલન યોજાશે

ખેડૂતોનાં પ્રશ્ને વિસાવદરમાં કોંગ્રેસનું મહાસંમેલન યોજાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચાલુવર્ષે કપાસમાં ઇયળ અને મગફળીમાં મુંડાનાં કારણે ખેડુતોનો પાક નિષ્ફળ ગયેલ છે છતાં સરકારે ખેડૂતોની નુકશાની અંગે સર્વે કર્યો નથી. ત્યારે ભાજપ સરકારને કુંભકર્ણની ઉંઘમાંથી જગાડવા વિસાવદર ખાતે આગામી તા.21-9-2016નાં રોજ જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોનાં વિવિધ પ્રશ્ને મહા સંમેલન રાખવામાં આવ્યું છે. ચાલુ વર્ષે કપાસમાં ગુલાબી ઇટળનો ઉપદ્રવ અને મગફળીમાં મુંડા નામનાં કુદરતી રોગનાં કારણે પાક નિષ્ફળ ગયેલ છે તો 100 ટકા પાકવિમો આપવા, જી.ઇ.બીમાં મીટર પ્રથાબંધ, પાવર ચોરીનાં ખોટા કેસો પાછા ખેંચવા, ઉઘોગોની જેમ મંજુર થયેલ હો.પા.માં ગમે તેટલી મોટર ચલાવવા દેવા બાબત. ખેડુતોને રાત-દિવસ ઉજાગર કરાવતા જંગલી રોઝ, ભુંડનાં ત્રાસ સબંધી 80 ટકા ફેન્સીંગ જાળીમાં સબસીડી, ગામડાઓમાં આવેલી જંગલની વીડીઓમાંથી ખેડુતોની વિજલાઇન પસાર થવા દેવા તથા માટી ભરવા દેવા બાબત, સિંચાઇ સૌરાષ્ટ્રમાં નવા ડેમો બનાવી સિંચાઇ માટેનાં અસરકારક પગાર માટે, ગામડામાં રહેતા અને ખેતી ધરાવતા તમામ લોકોને બીપીએલ યાદીમાં સમાવેશ કરી તેને યોજનાઓનો લાભ અપાવવા તેમજ આવાસથી વંચીત લોકોને આવાસ અપાવવા જેવા વિવિધ પ્રશ્ને લડી લેવાનાં મુડમાં સરકાર સામે વિસાવદરથી નગારે ઘા કરાશે.

કોંગ્રેસનાં રાજ્યકક્ષાનાં આગેવાનોની ઉપસ્થિતી

ભાજપને કુંભકર્ણની નિંદ્રામાંથી જગાડવા

અન્ય સમાચારો પણ છે...