તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનામતની માંગ સાથે હજારો દેવીપુજકોએ ધરપકડ વ્હોરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિરાટદેવીપુજક સંઘ અને દેવીપુજક સમાજ દ્વારા તા.8-9-2016નાં રોજ સરકારને આવેદન આપવા દેવીપુજક સમાજને એસ.ટી કેટેગરીની સ્પેશ્યલ 11 ટકા અનામત આપવા તથા બીજા હક્કો-લાભોની માંગ સાથે ગાંધીનગર ખાતે છાવણી મેદાનથી વિશાળ રેલીનું આયોજન કરવામાં આવેલ હતુ. પરંતુ કોઇપણ કારણસર તંત્ર તરફથી રેલી માટેની મંજુરી મળેલ નહીં છતાં પણ દેવીપુજક સમાજે સરકાર સામે પડકાર ફેંકીને પરિણામની પરવા કર્યા વિના આવેદન આપવાનાં કાર્યક્રમમાં કોઇપણ ફેરફાર કરેલ નહીં અને નક્કી થયા મુજબ તા.8-9-2016નાં રોજ ભારત ભરમાંથી દેવીપુજક સમાજનાં અસંખ્ય ભાઇ-બહેનો ગાંધીનગર મુકામે ઓવી પહોંચેલ.

સરકારી તંત્રની અગાઉથી તૈયારી તે મુજબ શહેરમાં પુરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધેલ અને ગાંધીનગરને ચારે તરફથી નાકાબંધી કરેલ હોય હજારોની સંખ્યામાં દેવીપુજક સમાજને શહેરમાં પ્રવેશવા દીધેલ નહીં. તેમ છતાં હજારોની સંખ્યામાં દેવીપુજક સમાજનાં ભાઇ-બહેનો પોતાની ન્યાયીક માંગણીઓ સરકાર પાસે રજુ કરવા છાવણી મેદાન ખાતે પહોંચી ગયેલ.

તંત્રની અગાઉથી તૈયારી મુજબ વિરાટ દેવીપુજક સંઘનાં પ્રમુખ રૂપસંગભાઇ ભરભીડીયા, વીડીએસનાં અન્ય હોદેદારો, મનોજભાઇ ભરભીડીયા, દિપેશભાઇ સોલંકી, રમેશભાઇ કુંવરીયા, વિપુલભાઇ સાંથલીયા, અનિલભાઇ શેખલીયા વગેરે કાર્યકરો તથા સમાજનાં અન્ય આગેવાનોની પ્રમુખનાં નિવાસ સ્થાનેથી ધરપકડ થતાં છાવણી મેદાન ખાતે હજારોની સંખ્યામાં વીડીએસ પ્રમુખો, હોદેદારો તેમજ કાર્યકરો તેમજ દેવીપુજક સમાજે સામેથી હજારો ભાઇ-બહેનોએ સામેથી પોતાની ધરપકડ વહોરેલ હતી.

આમ મહારેલીમાં સરકારને રજુઆત કરવા આવેદન આપવા જૂનાગઢ જિલ્લામાંથી વિરાટ દેવીપુજક સંઘનાં ઘનશ્યામભાઇ પરમાર-એડવોકેટ જૂનાગઢ, પરેશભાઇ પરમાર, ભરતભાઇ ડાભી, ચંદુભાઇ ડાભી, સાગરભાઇ સોલંકી તેમજ અન્ય કાર્યકરો તેમજ જિલ્લાભરમાંથી આવેલ દેવીપુજક સમાજનાં ભાઇ-બહેનોએ સામેથી પોતાની ધરપકડ વહોરેલ.

ગાંધીનગરમાં રેલીની મંજુરી મળી હોવા છતાં રેલી કઢાઇ

અન્ય સમાચારો પણ છે...