તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • માંધાતા ગૃપ પાસે 50 એજન્ટોએ ઈનામી ડ્રોનાં પૈસા પાછા માંગ્યા

માંધાતા ગૃપ પાસે 50 એજન્ટોએ ઈનામી ડ્રોનાં પૈસા પાછા માંગ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોંડલનાંમાંધાતા ગૃપ દ્વારા ઇનામી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું છે. ગૃપ દ્વારા બુધવારનાં ભવનાથ માં ત્રીજો ડ્રો યોજાયો હતો.જેમાં મહિલાઓને પોતાનાં હાથમાંથી ટોકન કાઢતા હંગામો થયો હતો.

ડ્રોમાં હાજર સભ્યો વચ્ચે મારામારી થઇ હતી અને અંતે આયોજકોએ ડ્રો રદ કર્યો હતો.બીજા દિવસે સાંજનાં ભવનાથમાં કોળી સમાજનાં વાડીમાં આયોજકો અને એજન્ટોની મીટીંગ મળી હતી.જેમાં એજન્ટોઓ રૂપિયા પરત આપવાની માંગણી કરી હતી. હાલ તો ઇનામી ડ્રોમાં રૂપિયા 15.99 કરોડનો કોઇ આધાર રહ્યો નથી. અંગે રાજકોટનાં એજન્ટ રાધે રધુરામ દુધરેજિયાએ જણાવ્યું હતુ કે, મારી 450 ટિકીટ છે. ડ્રોમાં 17,777 સભ્યો હતો.અને એક સભ્યનાં 9,000 રૂપિયા હતા.

ગઇકાલે ડ્રોમાં મહિલાઓ પાસે ટોકન ખેંચાવ્યા હતા. જેમાં મહિલો હાથમાં ટોકન લઇને આવી હતી.આજે આયોજકો પાસેથી રૂપિયા માંગ્યા છે. પરંતુ તે લોકો 27 તારીખનું કરી રહ્યા છે. પહેલાનાં ડ્રોમાં ખોટું થયું હોય તેમ લાગે છે.તેમજ લોકો કમિશ્ન કાપી રૂપિયા આપવાની વાત કરે છે.અમારે પુરા રૂપિયા જોઇએ છે.

અન્ય સમાચારો પણ છે...