તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • શહેરમાં ગરબીનાં અાયોજકોએ પરફોર્મન્સ લાઇસન્સ મેળવવું

શહેરમાં ગરબીનાં અાયોજકોએ પરફોર્મન્સ લાઇસન્સ મેળવવું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પર્ફોમન્સ લાયસન્સ નહીં મેળવેલા ટિકીટ કે પાસનાં આયોજકો સામે કાર્યવાહી

આગામી નવરાત્રીની ઉજવણી દરમિયાન

જૂનાગઢશહેરમાં ટિકીટ કે પાસ અાધારિત ગરબીનું અાયોજન કરતા આયોજકોઅે તા. 25 સુધીમાં પરફોર્મન્સ લાઇસન્સ ભરી દેવાનું રહેશે. અન્યથા તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આગામી નવરાત્રી ૨૦૧૬માં જૂનાગઢ મહાનગર પાલિકા વિસ્તારમાં ટિકિટ પાસની વ્યવસ્થા સાથે યોજવામાં આવનાર ગરબીઓ માટે મુંબઇ પોલીસ અધિનિયમ ૧૯૫૧ હેઠળ થયેલ જોગવાઇ મુજબ જાહેર મનોરંજન કાર્યક્રમ યોજવા કલેકટર કચેરીએથી પરફોમન્સ લાઈસન્સ મેળવવાનું થાય છે. જે અનુસાર સમય મર્યાદામાં લાઈસન્સ મેળવવા સંબંધિત કચેરીના ના વાંધા પ્રમાણપત્ર મેળવીને તે સાથે કાર્યક્રમ સ્થળની માલિકી અને કબ્જા અંગેના આધારો સાથે નિયત નમુનામાં અરજી ફોર્મ તા.૨૫-૦૯- ૧૬ સુધીમાં રજુ કરવા ગરબીના આયોજકોને જણાવવામાં આવ્યું છે.

અરજીપત્રકનો નમૂનો હોમ શાખા કલેકટર કચેરી ખાતેથી મળશે.પરફોર્મન્સ લાઈસન્સ મેળવ્યા વગર પ્રકારના કાર્યક્રમ યોજનારા સામે મુંબઇ પોલીસ અધિનિયમ ૧૯૫૧ હેઠળ થયેલ જોગવાઇ મુજબ કાયદેસરના પગલા ભરવામાં આવશે તેમ અધિક જિલ્લા કલેકટરે જણાવ્યું હતું. દર વર્ષે તંત્ર જાહેરનામુ બહાર પાડે છે પરંતુ તેની અમલવારી કરાવી શકતુ નથી. અને બે રોકટોક પણે પર્ફોમન્સ લાયસન્સ વગર અનેક સંચાલકો ગરબી યોજતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...