માઇમમાં છાત્રોએ વ્યક્ત કર્યો હાસ્ય કટાક્ષ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તા.17 મીએ અલબેલી અંતાક્ષરી સ્પર્ધા : બાળકોથી માંડી વડીલો સુધીનાં ભાગ લઇ શકશે

જય હો જૂનાગઢ મુકિત મહોત્સવ અંતર્ગત યોજાયેલી સ્પર્ધામાં મોબાઇલ મેનીયા પર

જયહો જૂનાગઢ મુક્તિ મહોત્સવ અંતર્ગત ભાસ્કર અભિવ્યક્તિ શ્રેણીમાં આજે યોજાયેલી માઇમ સ્પર્ધામાં સમાજમાં ફેલાયેલો મોબાઇલ મેનિયા સતત છવાયેલો રહ્યો હતો. લગભગ ચારેક ગૃપનાં છાત્રોએ મોબાઇલને લીધે સમાજ જીવનમાં ઉદ્ભવતી વિવિધ પરિસ્થિતીઓ-દુવિધાઓ પર હાસ્ય કટાક્ષ રજૂ કર્યો હતો. માઇમ સ્પર્ધામાં છાત્રોએ મોબાઇલ ફોનનાં સમાજ જીવનમાં આગમનને પગલે લોકો ફોન આવતાંજ જે રીતે પોતાનાં કામ પ્રત્યેની ગંભીરતા ગુમાવીને બેધ્યાન થઇ જાય છે અને પોતાનું નુકસાન કરી બેસે છે તેની વાતો બખૂબી રજૂ કરી હતી. જેમાં બાઇક ચલાવતી વખતે થતા એક્સીડેન્ટ, લગ્ન વખતે વર-વધૂ કે ગોર મહારાજને ફોન આવતાં જે રીતે ફોન પર વાત કરવા મંડી પડે તેનું અંગભંગીમાઓ થકી વર્ણન, મોબાઇલ ફોન પર વાત કરવાને લીધે થતા અકસ્માતો તેમજ સ્મશાનયાત્રા સુદ્ધાંમાં મોબાઇલ ફોનને લીધે થતી હાસ્યાસ્પદ ઘટનાઓ સ્ટેજ પર પ્રસ્તુત કરી હતી. સ્પર્ધામાં ઉદય સેવક, કૈલાસબેન વાઘેલા તેમજ દેવધરીયા બી. જે. નિર્ણાયક તરીકે સેવાઓ આપી હતી.

દિવ્ય ભાસ્કર દૈનિક, રાજરત્ન શેઠશ્રી નાનજી કાલીદાસ મહેતા પરિવાર તેમજ શ્રી શરદભાઇ આડતીયા અને શ્રીમતી સ્મિતાબેન આડતીયા પરિવારનાં સંયુક્ત ઉપક્રમે ચાલી રહેલા જય હો જૂનાગઢ મુક્તિ મહોત્સવની ભાસ્કર અભિવ્યક્તિ શ્રેણી અંતર્ગત સ્પર્ધા યોજાઇ હતી.

17 મીએ અંતાક્ષરી સ્પર્ધા

માઇમ સપર્ધામાં ભાગ લીધેલા વિઘાર્થીઓ તસ્વીર-મિલાપ અગ્રાવત

માઇમ સ્પર્ધાનાં વિજેતાઓ

અન્ય સમાચારો પણ છે...