• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • પોલીસે બિલ્ડરોને કચેરીનાં દરવાજા સુધી પહોંચવા દીધા

પોલીસે બિલ્ડરોને કચેરીનાં દરવાજા સુધી પહોંચવા દીધા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂડા કચેરીને તાળા મારવા જતા 30 બિલ્ડરની અટકાયત : સુત્રોચ્ચાર કર્યા

જૂનાગઢમાં બાંધકામનાં નિયમને લઇ બિલ્ડરોનાં અચોક્કસ મુદ્દતનાં ધરણા

જૂનાગઢમાંત્રણ મિટરની જગ્યા રાખવી અને જીડીસીઆરનાં નિયમની સામે બિર્લ્ડર એસોસીએશને મોરચો માંડ્યો છે. જૂડા કચેરીની બહાર અચોક્કસ મુદ્દતનાં ધરણા શરૂ કર્યા છે.બુધવારનાં રેલી યોજી હતી.જયારે આજે ધરણા અને જૂડા કચેરીને તાળા બંધીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જૂડા કચેરીને તાળા બંધીને લઇ સવારથી પોલીસને કાફલો ખડકાઇ ગયો હતો.

બપોરનાં સમયે બીપીન શીંગાળા, મહેશભાઇ બારડ, હરેશભાઇ મારૂ, ભાવિનભાઇ બ્રહ્માણી, મુકેશભાઇ આરદેશણા, સમિર રાજા સહિતનાં બિલ્ડરો જૂડ કચેરીને તાળા બંધી માટે ઘસી ગયા હતા. અને સુત્રોચ્ચાર પોકાર્યા હતા.જૂડા કચેરીનાં દરવાજા સુધી પહોચે તે પહેલા પોલીસે અટકાવ્યા હતા. જોકે બિલ્ડરોએ કચેરીમાં રજૂઆત કરવા જવા દેવા કહ્યું હતુ.પરંતુ પોલીસે બિલ્ડરોને આગળ વધવા દિધા હતા.

અંતે પોલીસે 30 બિલ્ડરોની અટક કરી હતી.શુક્રવારનાં બિલ્ડરોનાં ધરણા ચાલુ રહેશે અને શનિવારનાં કાર્યક્રમની રણનિતી તૈયાર કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...