તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંતે ગિરનાર રોપ-વે મંજૂર : જય હો જૂનાગઢ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢવાસીઓનેઅકળાવનારી વાટ જોવડાવ્યા બાદ આખરે ગિરનાર રોપ-વેને લગતી તમામ મંજૂરીની પ્રક્રિયાઓ હવે પૂર્ણ થઇ ગઇ છે. રોપ-વેને પ્રદૂષણ અંગેની કેન્દ્રિય વન અને પર્યાવરણ વિભાગની મંજૂરી બાકી હતી. જે તા. 9 સપ્ટેમ્બરનાં પત્ર થકી મળી ગઇ છે. હવે ઉષા બ્રેકો કંપની જાહેર નોટીસ પ્રસિદ્ધ કરી મંજૂરીનો પત્ર મળ્યાની લોકોને જાણ કરશે. આમ તમામ તબક્કે રોપ-વે આડેની અડચણો દૂર થઇ જતાં જૂનાગઢવાસીઓ જેની દાયકાઓથી કાગડોળે વાટ જોઇ રહ્યા હતા. પ્રોજેક્ટ હવે આગામી ચારેક મહિનામાં હાથ ધરાશે. જોકે, અંગે ઉષા બ્રેકો કંપનીનાં વેસ્ટર્ન રીજીયનનાં હેડ દિપક કપલીસે જણાવ્યું હતું કે, ગિરનાર રોપ-વે માટે એકમાત્ર પ્રદૂષણની મંજૂરી લેવાની બાકી રહેતી હતી. જે તા. 9 સપ્ટે.નાં પત્ર થકી મળી ગઇ છે. હવેની કાર્યવાહી ગુજરાત સરકાર અને જૂનાગઢ મનપા સાથે સંકલન થકી હાથ ધરાશે. જોકે, હજુ ઉષા બ્રેકો કંપનીની જનરલ મિટીંગ મળશે. જેમાં ગ્રાઉન્ડ લેવલની કંપનીએ કરવાની કામગિરી નક્કી થશે. હવે ઉષા બ્રેકો કંપની રાજ્યનાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, ગુજરાત રાજ્ય ઉર્જા નિગમ, જૂનાગઢ મહાનગરપાલીકા, જિલ્લા કલેક્ટર સાથે સંકલનમાં રહી પ્રોજેક્ટને સાકાર કરવા માટેની આગળની કાર્યવાહી સંપન્ન કરશે. દરમ્યાન જૂનાગઢનાં સાંસદ રાજેશ ચુડાસમાએ પણ જણાવ્યું હતું કે, ગિરનાર રોપ-વેને આખરી મંજૂરી મળી ગઇ છે. અને હવે રાજ્ય સરકાર ટૂંક સમયમાં આગળની કાર્યવાહી હાથ ધરશે.

ગીરનાર રોપ-વે અંગે હવે કંપની જાહેર નોટીસ પ્રસિદ્ધ કરી લોકોને પત્રની જાણ કરશે

હવે ગુજરાત સરકાર અને જૂનાગઢ મહાનગર પાલિકાનાં સંકલનમાં કાર્યવાહી હાથ ધરાશે

કેન્દ્રિય વન અને પર્યાવરણ મંત્રાલયે પ્રદૂષણ નિયંત્રણ અંગેની આખરી મંજૂરીનો પરીપત્ર જારી કરી દીધો

4 માસમાં શરૂ થઇ શકે છે કાર્યવાહી : ગુજરાત આવતા મોદી 17મીએ જાહેરાત કરી શકે છે

યોજનાનો ખર્ચ સવાસો કરોડને આંબી જવાની શક્યતા

ગિરનારરોપ-વે અંગે દિપક કપલીસે જણાવ્યું હતું કે, વર્ષ 2008માં જ્યારે કંપની એપ્લાય થઇ હતી ત્યારે તેનો ખર્ચ 89.31 કરોડ અંદાજાયો હતો. જ્યારે હવે ખર્ચ સવાસો કરોડને આંબી જવાની પણ શક્યતા છે.

સ્થાનિક કક્ષાએ સમિતી બનશે

રોપ-વેકાર્યરત થતાં સ્થાનિક કક્ષાએ તેના મોનીટરીંગ માટે કલેક્ટર, વનવિભાગ સહિતનાં અધિકારીઓની એક કમિટી બનશે.

અન્ય સમાચારો પણ છે...