વડાપ્રધાન શ્રીમદ રાજચંદ્રજીની ટિકીટ ટપાલ અને સિક્કા લોન્ચ કરશે
શ્રીમદ રાજચંદ્રજીએ જે તે સમયે ઉપરકોટની મુલાકાત લીધી હતી
સૌરાષ્ટ્ર દર્પણમાં 18 વર્ષની ઉંમરે શ્રીમદ રાજચંદ્રજીની કવિતા પ્રસિદ્ધ થઇ હતી
વડાપ્રધાનનરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાત આવી રહ્યા છે તેઓ શ્રીમદ રાજચંદ્રજીની 150મી જન્મ સ્તાબ્દી વર્ષ નિમિતે રાજચંદ્રજીની ટપાલ, ટિકીટ અને સિક્કા બહાર પાડશે. યુગપુરૂષ શ્રીમદ રાજચંદ્રજીનો જન્મ 9 નવેમ્બર 1867માં મોરબીનાં વવાણીયા બંદરે થયો હતો. તેઓ નાનપણથી ધર્મપ્રત્યે અનુરાગ હોય તેમણે 16માં વર્ષથી આધ્યાત્મિક લખાણ લખવાનું શરૂ કર્યુ હતુ. બધા લખાણો 16 થી 33 સુધી શ્રીમદ રાજચંદ્ર ગ્રંથમાં સંગ્રહીત થયેલા છે. અંગે ઇતિહાસવિદ પરિમલ રૂપાણીએ જણાવ્યું હતુ કે જૂનાગઢમાંથી પ્રસિધ્ધ થતાં સૌરાષ્ટ્ર દર્પણ નામનાં અખબારમાં ઓકટોબર 1885નાં અંકમાં શ્રીમદ રાજચંદ્રજીની સ્વદેશીઓને વિનંતી નામની કવિતા પ્રસિધ્ધ થઇ હતી. કવિતામાં 10 મુકત્કો હતા. કવિતા નારાચછંદમાં રચી હતી. ત્યારે તેમનીઉમર માત્ર 18 વર્ષની હતી.
કવિતામાં તેમણે કન્યાઓને શિક્ષણ આપવાનું અને ક્રોધજેર કાઢી અને જ્ઞાન, ગુણ વિકસાવવાની હિમાયત કરી હતી. તેમણે દરેક નાગરીકોએ દેશપ્રેમ રાખવો તેવી પણ વાત કરી હતી. તેમજ શ્રીમદ રાજચંદ્ર જૂનાગઢની મુલાકાતે પણ આવ્યા હતા. તેમણે ઉપરકોટનાં કિલ્લાની મુલાકાત લીધી હતી.