• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • અગાઉ ગીર સોમનાથમાં ડે.કલેક્ટર તરીકે ફરજ બજાવી ચુકેલા

અગાઉ ગીર સોમનાથમાં ડે.કલેક્ટર તરીકે ફરજ બજાવી ચુકેલા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગીર-સોમનાથનાં વેરાવળમાં પ્રાંત અધિકારી તરીકે નિમણૂંક

જૂનાગઢ મનપાના ના.કમિશ્નરની ફરીવાર તે સ્થળે બદલી કરાઇ

જૂનાગઢમનપાના નાયબ કમિશ્નર પ્રદિપસિંહ રાઠોડની બદલી કરી દેવામાં આવી છે. હવે તેઓ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં ડે.કલેક્ટર તરીકે ચાર્જ સંભાળશે. રાજ્ય સરકારના મહેસુલ વિભાગ દ્વારા નાયબ કલેક્ટર કક્ષાના 45 જેટલા અધિકારીઓની એકસાથે બદલીના ઓર્ડર કરાયા છે. આગામી ચૂંટણીને ધ્યાને લઇ તેમજ ત્રણ વર્ષની સમય મર્યાદા સહિતના કારણોસર બદલી કરી હોવાની સંભાવના છેે.જૂનાગઢના નાયબ કમિશ્નરની ગીર સોમનાથ જિલ્લામાં ફરી વખત બદલી કરવામાં આવી છે. અગાઉ જૂનાગઢ કોર્પોેરેશનમા નાયબ કમિશ્નર તરીકેની ફરજ બજાવ્યાના થોડા સમયમાં ગીર સોમનાથ જિલ્લામાં એસડીએમ તરીકે બદલી કરી હતી. બાદમાં ફરીવાર જૂનાગઢના નાયબ કમિશ્નર તરીકે મુકવામાં આવ્યા હતા.જોકે થોડા સમયમાં રાજ્યના 45 જેટલા ડે.કલેક્ટર કક્ષાના અધિકારીઓની બદલીનો દૌર શરૂ થતા ના.કમિશ્નર પ્રદિપસિંહ રાઠોડની ફરી બદલી કરી ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પ્રાંત અધિકારી તરીકે મુકવામાં આવ્યા છે. હાલ તેઓ પીઅેમ મોદીના કાર્યક્રમમાં વ્યવસ્થા સંભાળી રહ્યા છે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ નવા સ્થળે ચાર્જ સંભાળશેે.

અન્ય સમાચારો પણ છે...