જૂનાગઢમાં 6થી 15 જુલાઇ દરમિયાન નર્મદા રથ ફરશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શાળાઓમાં વિવિધ સ્પર્ધાનું આયોજન

જૂનાગઢજિલ્લામાં આગામી તા.6 જુલાઇથી 15 જુલાઇ દરમિયાન 36 રૂટ પર નર્મદા રથ ફરશે. જે માટે ચાર રથ ગ્રામ્ય અને નગરપાલિકા વિસ્તારમાં તેમજ એક રથ જૂનાગઢ મહાનગર પાલિકા વિસ્તારમાં ફરશે.રાત્રી રોકાણના સ્થળે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે. રથ યાત્રા દરમ્યાન સરકાર દ્વારા નર્મદાના પાણી ગુજરાતના ગામે પહોંચાડવા થઇ રહેલી કામગીરીની માહિતી પણ લોકોને આપશે.જિલ્લા કલેકટર ડો. રાહુલ ગુપ્તાના માર્ગદર્શન હેઠળ નર્મદા મહોત્સવનું આયોજન સફળ થાય તે માટે તૈયારીઓ થઇ રહી છે. જિલ્લા કલેકટરે જિલ્લાના અધિકારીઓની મીટીંગ યોજી હતી. સમય દરમ્યાન શાળાઓમાં રંગોળી, ડ્રોઇંગ, નિબંધ સ્પર્ધા પણ યોજાશે. શહેર અને ગ્રામ્ય કક્ષાએ લોકો રથમાં કાર્યક્રમમાં સહભાગી બને અને નર્મદા મૈયાને વધાવે તે માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...