કોર્ટે વડોદરાનાં શખ્સનાં જામીન રદ્દ કર્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સગીરા સાથે લગ્ન કરી મારી નાખનાર પતિનાં જામીન નામંજુર

જૂનાગઢતાલુકા પોલીસ સ્ટેશનમાં 2006ની સાલમાં સગીરાને મારી નાંખવાનો બનાવ બન્યો હતો. વડોદરા જિલ્લાનાં ડેસર તાલુકાનાં સાંઢાસાલ મુકામે રહેતા ધીરૂભાઇ ઉર્ફે દિલીપ ડાયા પરમારે સગીરાને પત્નિ બતાવી, પત્નિ તરીકે સાથે રાખી, કોઇ અગમ્ય કારણોસર તેણીને ગળામાં ટુંપો દઇ મારી નાંખી હતી. તેવી ફરીયાદ નોંધાવી હતી. તેનાં વકીલે દલીલ કરી હતી કે, વર્ષ 2016માં ચાર્જશીટ ફાઇલ થઇ છે અને ફરિયાદ શકના આધારે દાખલ થઇ છે. સરકારી વકીલ એન.કેે.પુરોહિતની દલીલ પ્રમાણે સાડીથી ગળાફાંસો આપ્યો છે. આરોપીએ ક્રુર બની પોતાની સાથે પત્નીને ગામથી ભાગી ખેતરમાં મારી નાંખી હતી. ઘટના સ્થળે ચપ્પલ અને ટોપી પડેલી જોવા મળી હતી. લાશને ખેતરમાંથી ઢસડીને બીજી જગ્યાએ લઇ ગયા હતા. માત્ર જોનાર સાક્ષી નથી કે પુરાવા આધારીત કેસ છે તે માત્ર કારણસર જામીન આપી શકાય નહીં તેમ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ ડી.ટી.સોનીએ ટાંકી જામીન અરજી નામંજુર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...