• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢમાં નવા હાઉસીંગનાં મકાનોમાં પાર્કિંગની જગ્યા નથી

જૂનાગઢમાં નવા હાઉસીંગનાં મકાનોમાં પાર્કિંગની જગ્યા નથી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સામાન્યરીતે બહુમાળી મકાન બનાવતી વખતે પાર્કિંગની જગ્યા હોવી જરૂરી છે. સામાન્ય વ્યક્તિ મકાન બનાવે ત્યારે અનેક વસ્તુ જોવામાં આવે છે.પરંતુ સરકારે સરકારનાં નિયમ નેવે મુકીને બાંધકામ કર્યુ છે. જૂનાગઢમાં કોલેજ રોડ ઉપર ગુજરાત હાઉસિંગ બોર્ડનાં નવા મકાન બની રહ્યા છે. બહુમાળી મકાનમાં પાર્કિંગનો કોઇ વ્યવસ્થા હાલ ઉભી કરવામાં આવી નથી. જેને કારણે મકાન ખરીદનારમાં કચવાટ ફેલાયો છે. સરકારનાં બાંધકામનાં નિયમ અહી લાગુ પડે તેવા સવાલ પણ ઉભા થયા છે.

જૂનાગઢ શહેરમાં પાર્કિંગની સમસ્ય માથાનાં દુ:ખાવા સમાન છે. વર્ષો પહેલા થયેલા બાંધકામમાં પાર્કિંગની જગ્યાનો અભાવ જોવા મળે છે.પરંતુ વર્તમાન સમયમાં બહુમાળી બાંધકામમાં પ્લાનિંગમાં પાર્કિંગની જગ્યા પહેલા જોવામાં આવે છે. ઉપરાં રસ્તાની પહોળાઇ પણ ધ્યાને રાખવામાં આવે છે.તેના મુજબ બાંધકામને મંજૂરી આપવામાં આવે છે. તેમજ જે બાંધકામમાં પાર્કિંગ કે અન્ય સુવિધા હોય તેને તોડી પાડવામાં આવે છે.ત્યારે સરકારનાં નિયમ વિરૂધ્ધ સરકાર બાંધકામ કરી રહી છે. જૂનાગઢનાં કોલેજ રોડ ઉપર ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા બાંધકામ કરવામાં આવી રહ્યુ છે.રોડની નજીક બનતા બહુમાળી બાંધકામમાં પાર્કિંગની કોઇ જગ્યા રાખવામાં આવી નથી. ગ્રાઉન્ડ ફ્લોરમાંથી રૂમ બનાવવામાં આવ્યા છે. સાત માળનાં ભવનમાં વાહન પાર્ક માટે કોઇ જગ્યા નથી.હાઉસીંગ બોર્ડનાં નવા બાંધકામમાં પાર્કિંગની જગ્યા હોવાની જાણ અરજદારને જતા તેમા પણ કચવાટ ફેલાયો છે. ત્યારે ખુદ સરકાર નિયમનું પાલન કરતી નથી.

હાઉસીંગ બોર્ડનાં કાર્યપાલક ઇજનેર એ.આર.પટેલે જણાવ્યુ હતુ કે,મકાનની પ્લાનીંગ વગેરે સરકાર લેવલેથી થયા છે. પ્લાનીંગ મુજબ કામ થઇ રહ્યુ છે.

પાર્કિંગનીવ્યવસ્થા ઉભી થવી જોઇએ રાધવજીભાઇસાકરિયાએ જણાવ્યુ હતુ કે, આજે બહુમાળી મકાનમાં ફરીજીયા પાર્કિગની અપેક્ષા સરકાર રાખે છે. તો હાઉસીંગ બોર્ડનાં મકાનમાં પણ પાર્કિંગ ફરજીયાતનો નિયમ લાગુ પડવો જોઇએ. નિયમ સામાન્ય માણસ માટે હોવો જોઇએ તે સરકારની કામને પણ લાગુ પડવો જોઇએ. પાર્કિગનો વ્યવસ્થા ઉભી થવી જોઇએ.

પ્લાનીંગ સરકાર લેવલેથી થાય છે

અન્ય સમાચારો પણ છે...