• Gujarati News
  • મહાનગર પાલિકાએ પ્રગતિ જૂનાગઢ ઇ ન્યૂઝ પેપર શરૂ કર્યુ

મહાનગર પાલિકાએ પ્રગતિ જૂનાગઢ ઇ-ન્યૂઝ પેપર શરૂ કર્યુ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢકોર્પોરેશન દ્વારા શહેરમાં કરવામાં આવતા વિકાસનાં કામો,યોજાયેલા કાર્યક્રમો, વિવિધ પ્રોજેકટ અંગે લોકોને માહિતી મળી રહે તે માટે ઓનલાઇન પ્રગતિ જૂનાગઢ ઇ-ન્યૂજ પેપરની શરૂઆત કરી છે. અંગે કમિશ્નરે આશા વ્યક્ત કરી હતી કે, ઇ- ન્યૂઝ પેપરનાં માધ્યમથી લોકો સાથેનો સંવાદ જળવાઇ રહેશે.

મહાનગરમાં પ્રાથમિક સુવિધાને લઇને અવાર નવાર ફરીયાદો ઉઠતી રહે છે.શહેરનો વિકાસ તો લોકો હાલ નજરે જોઇ રહ્યા છે. છતા પણ કોર્પોરેશન કરેલા વિકાસનાં કામો લોકો સુધી પહોચી તે માટે ઇ-ન્યૂઝ પેપર શરૂ કર્યુ છે. મહાનગર પાલીકા દ્વારા પ્રગતિ જૂનાગઢ નામનાં - ન્યૂઝ પેપરનો પ્રારંભ કરવામાં અવ્યો છે. જેનો પ્રથ દ્રિમાસીક અંક જૂન 2015 ઓનલાઇન મુકવામાં આવ્યો છે. ઇ- ન્યૂઝ પેપરનાં માધ્યમ થી મહાનગર પાલિકા દ્વારા શહેરમાં કરવામાં આવતા વિકાસનાં કામો, યોજાયેલા કાર્યક્રમો અને વિવિધ પ્રોજેકટ અંગેની માહિતી સાથેનો અંક બહાર પાડવામાં આવ્યો છે. ઇ- ન્યૂઝ પેપરથી શહેરી જનો ઘર બેઠા મહાનગર પાલીકાની વિવિધ કામગીરી અંગેની માહિતી પ્રાપ્ત થઇ શકશે. ઇ- ન્યૂઝપેપરનાં માધ્યથી કોર્પોરેશન અને જૂનાગઢ વાસીઓનો સીધો સંપર્ક જળવાઇ રહેશે. અંગે કમિશ્નર રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યુ હતુ કે, આધુનિક ટેકનોલોજીનાં સારામાં સારો ઉપયોગ થઇ રહ્યો છે. પ્રગતિ નામના ઇ- ન્યૂઝ પપેરનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. જેનો લાભ જૂનાગઢ વાસીઓને મળશે. ઇ-ન્યૂઝ પેપરનાં માધ્યમથી લોકો સાથે સંવાદ જળવાઇ રહેશે.પ્રજાજોન મહાનગર પાલિકાને લગતા સૂચનો માધ્યમથી સહેલાઇથી મોકલી શકાશે.

મનપાએ અભિપ્રાય મંગાવ્યા

ઇ-ન્યૂઝપેપર ઉપરાંત મનપાએ લોકો પાસેથી સુચનો અને અભિપ્રાયો તેમજ ફરીયાદ પણ ઇ-મેઇલ આઇડી municipalcoratonjund@yahoo.co.in પણ મુકલી શકશે.જેના આધારે શહેરનાં વિકાસમાં લોકો સહભાગી થઇ શકશે.આ મેલ ઉપર લોકો જે તે વિસ્તારની ફરિયાદો લોકો મોકલી શકશે. તેમજ વિકાસના કામોમાં અભિપ્રાય આપી શકશે.