• Gujarati News
  • સ્ટે. ચેરમેન પદે બ્રાહ્મણ, ડે. મેયર માટે સસ્પેન્સ

સ્ટે. ચેરમેન પદે બ્રાહ્મણ, ડે. મેયર માટે સસ્પેન્સ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આવતીકાલતા. 31 જુલાઇએ સવારે 10 વાગ્યે ટાઉન હોલમાં મળનાર જનરલ બોર્ડમાં ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનની ચૂંટણી થનાર છે. માટે ભાજપમાં છેલ્લા કેટલાક દિવસોથી હાઇ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે. જેમાં સ્ટેન્ડિંગ ચેરમેનપદ માટે બ્રાહ્મણ કોર્પોરેટરને તક અપાય એવી શક્યતા છે. ખાસ કરીને શહેર ભાજપ મહામંત્રી પુનિત શર્માનું નામ હાલ ચર્ચામાં છે. જ્યારે ડેપ્યુટી મેયર માટેનું સસ્પેન્સ હજુ યથાવત છે. 4માંથી કોઇ એક પદ મહિલાને આપવામાં અાવે એવી પણ પ્રબળ સંભાવના છે.

સ્ટેન્ડિંગ ચેરમેન પદ પર ભાજપ કદાચ બ્રાહ્મણ કોર્પોરેટરને બેસાડે એવી શક્યતા છે. જ્યારે ડેપ્યુટી મેયર પદે ગિરીશ કોટેચાને યથાવત રખાશે કે નો રિપીટ થિયરી અપનાવાશે અંગે ભારે સસ્પેન્સ પ્રવર્તી રહ્યું છે. ભાજપમાં માટેનો હાઇ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે. એક અહેવાલ મુજબ, થોડા દિવસો પહેલાં ભાજપે પક્ષનાં કોર્પોરેટરોની માટે સેન્સ લીધી હતી. જેમાં નો રીપીટ થિયરીને અનુસરવાનો સુર વ્યક્ત થયો હતો. ગિરીશ કોટેચા ગત કોંગ્રેસની બોડીમાં પાંચેય ટર્મ માટે ડેપ્યુટી મેયરપદે યથાવત રહ્યા હતા. વર્તમાન સ્ટેન્ડિંગ ચેરમેન સંજય કોરડિયાએ પોતાને રીપીટ કરવાની વાત પણ પહેલેથીજ પૂર્ણવિરામ મૂકી દીધું હોવાનું જાણવા મળ્યું છે.

વિપક્ષ કોંગ્રેસ પણ ડે. મેયર-સ્ટેન્ડીંગ ચેરમેનની દરખાસ્ત કરશે | જૂનાગઢશહેર કોંગ્રેસ પ્રમુખ પ્રવિણ ટાંકે જણાવ્યું હતું કે, આજે શહેર કોંગ્રેસ અને મનપાનાં વિપક્ષી નેતા કેપ્ટન સતીષ વીરડાની ઉપસ્થિતીમાં કોંગ્રેસનાં કોર્પોરેટરોની એક બેઠક મળી હતી. જેમાં મનપાનાં જનરલ બોર્ડમાં ડેપ્યુટી મેયરની વરણી અને સ્ટેન્ડિંગ કમિટીનાં 6 સભ્યોની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા દરખાસ્તો રજૂ કરી કાર્યવાહી થશે.