• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢનાં પ્લાસવાની સીમમાંથી યુવાનની કોહવાયેલી લાશ મળી

જૂનાગઢનાં પ્લાસવાની સીમમાંથી યુવાનની કોહવાયેલી લાશ મળી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢનાપ્લાસવાની સીમમાં પારસ ખાણમાં કોઇ અજાણ્યા પુરુષની લાશ પડી હોવાની જાણ પોલીસને થતા ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને મૃતદેહનો કબજો સંભાળી તપાસ હાથ ધરી હતી. અજાણ્યા પુરુષની લાશ કોહવાય ગઇ હતી, તેમજ તેની બાજુમાંથી ઝેરી દવાની બોટલ મળી આવી હતી. તેના આધારે આત્મહત્યા કરી હોવાનું પોલીસ અનુમાન લગાવી રહી છે. જોકે, મૃત્યુનું સાચું કારણ જાણવા લાશને પીએમ માટે જામનગર ખસેડવામાં આવી છે.

બનવાની મળતી વિગત મુજબ જૂનાગઢના પ્લાસવાની સીમમાં આવેલી પારસની ખાણમાં કોઇ અજાણ્યા પુરુષનો મૃતદેહ પડ્યો હતો. જેની જાણ બિજલભાઇ કરશનભાઇ સોલંકીને થતા તેમને તાલુકા પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. યુવાનની લાશ પડી હોવાની જાણ થતા તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ ગોહિલ અને સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી. આસપાસના વિસ્તારમાં તપાસ કરતા મૃતદહેની બાજુમાંથી ઝેરી દવાની બોટલી મળી આવી હતી, તેમજ પોલીસે લાશનો કબજો સંભાળી મૃત્યુનું સાચું કારણ જાણવા લાશને પીએમ માટે જામનગર મોકલી દેવામાં આવી હતી. મૃતદેહની બાજુમાંથી ઝેરી દવાની બોટલ મળી છે.

અન્ય સમાચારો પણ છે...