તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢ મહાનગરમાં રસ્તાઓ બિસ્માર હાલતમાં છે ત્યારે શહેરનાં પુલની હાલત પણ ખરાબ

જૂનાગઢ મહાનગરમાં રસ્તાઓ બિસ્માર હાલતમાં છે ત્યારે શહેરનાં પુલની હાલત પણ ખરાબ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પુલ પાસે અડધા ફૂટનાં ખાડા તો કેટલાક પુલમાં એક ફૂટ ઊંચો રસ્તો

શહેરનાં 7 પુલ વાહનચાલકો માટે જોખમી

જૂનાગઢશહેરમાં રસ્તાનાં કારણે ઉંટની સવારી જણાય પરંતુ પુલ પાસે રસ્તાઓની સ્થિતી શું છેω તેનો સર્વે કરતા શહેરની આસપાસનાં કે બાયપાસ રસ્તાનાં પુલનો સર્વે કરતા 7 પુલમાં અડધા ફૂટ ખાડાથી એક ફૂટ જેટલી ઊંચાઇવાળો ઢાળ જોવા મળ્યો હતો.

જૂનાગઢ શહેરમાં અને આસપાસનાં બાયપાસ રસ્તાનાં પુલનો સર્વે કરવામાં આવ્યો હતો. ચાલુ વર્ષે વરસાદને કારણે કેટલાય રસ્તાઓની સાથે પુલનાં રસ્તાઓ પણ ખખડધજ બન્યા હતા. જેનાં કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. સાબલપુર ચોકડીથી લઇ ચોબારી ફાટક પાસેનાં પુલનો રસ્તો સાવ જર્જરીત જોવા મળ્યો હતો.

શહેર આજુબાજુનાં 7 પુલમાં રસ્તા પર વાહનો સાવ ધીમા ચલાવવા પડે છે. જ્યાં વાહનચાલકો બાયપાસનાં રસ્તા પર સ્પીડમાં વાહન ચલાવે ત્યારે પુલ પર ક્યારે અડધો ફૂટ ખાડામાં વાહન આવી જાય તેની ખબર રહેતી નથી. રસ્તામાં ખાડાઓ છે એવું પણ નથી રાજકોટ હાઇવે બાજુમાં સાબલપુરનાં પુલમાં એક ફૂટ જેટલી ઊંચાઇવાળો ઢાળ પણ જોવા મળે છે.

- ચોબારી રોડ રેલ્વે ફાટક પાસેનો પુલ

- ઝાંઝરડા ચોકડી પાસેનો પુલ

- ખલીલપુર ચોકડીનો પુલ

- ખ્રામ્ધ્રોળનાં આરટીઓનો પુલ

- પ્રાણી સંગ્રહાલય બાજુનો પુલ

- દોલતપરાની આગળનો પુલ

- રાજકોટ હાઇવે સાબલપુરનો પુલ

ક્યા ક્યા પુલ ખખડધજ જોવા મળ્યાω

એમ્બ્યુલન્સમાં દર્દીઓને ભારે મુશ્કેલી

જૂનાગઢશહેરમાં હોસ્પિટલ ખાતે ઇમરજન્સીનાં સમયમાં દર્દીઓને લાવતા કે રાજકોટ, અમદાવાદ ખાતે ખસેડવામાં એમ્બ્યુલન્સને નિકળવામાં ભારે મુશ્કેલી પડે છે. તેમજ દર્દીઓને પણ અસહ્ય પીડા વેઠવી પડે છે.

અન્ય સમાચારો પણ છે...