તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોંઘવારીમાં શિક્ષણ ભલે મોંઘું થયું પણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
81 વર્ષનાં નિવૃત શિક્ષક સામાન્ય વર્ગનાં છાત્રોને વિનામૂલ્યે ભણાવે છે

શિક્ષણસર્વની જરૂરીયાત છે, જેનો સ્ત્રોત શિક્ષક છે. જૂનાગઢમાં ગણેશ ફળીયા વિસ્તારમાં રહેતા મનુભાઇ સાકરીયાની ઉંમર જોતા તે ઉંમરે પણ શીખવાની અને શીખવાડવાની ધગશ ધરાવે છે. તેઓ 1993માં શિક્ષક તરીકે નિવૃત થયા હતા.

તેમણે જૂનાગઢ જિલ્લામાં ડીઇઓનો ચાર્જ પણ સંભાળ્યો હતો. મધ્યાહ્ન ભોજનમાં અને એજ્યુકેશન ઇન્સ્પેકટર તરીકે કામગીરી કરી હતી. મુખ્ય વિષય તરીકે અંગ્રેજી હતો તેમજ ગણિતમાં રસ હોવાને કારણે છેલ્લા કેટલાંય વર્ષોથી વિદ્યાર્થીઓને વિનામૂલ્યે અભ્યાસ કરાવવાની કામગીરી શરૂ કરી હતી. અત્યારે પણ સંસ્કૃત વિષયમાં રસ હોવાને કારણે દેવભાષા શીખી રહ્યા છે. સામાન્ય વર્ગનાં સંતાનો મોંધવારીમાં ટ્યુશને જઇ શકતા નથી કે આર્થિક સ્થિતી નબળી હોય તેવા વિદ્યાર્થીઓને વિષયનું જ્ઞાન આપે છે. વિદ્યાર્થી પરાણે પૈસા આપે તો ગૌફાળામાં વિતરણ કરી દે છે.

વિદ્યાર્થીઅો સારી પોસ્ટમાં છે

અંગ્રેજીવિષય મોટા ભાગનાં છાત્રો નબળા હોય છે. જેને શીખવાડવાથી વિદ્યાર્થીઓ હજુ પણ યાદ કરે તેમ નિવૃત શિક્ષકે જણાવ્યું હતું. તેમજ પોલીસ, સર્જન, વિદેશમાં બેંક એકાઉન્ટન્ટ, શિક્ષક, પાઇલોટ વગેરેમાં છે.

અન્ય સમાચારો પણ છે...