તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છાત્રાઓએ જુડો અને કરાટેની તાલીમ મેળવી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢમાંસુરક્ષા સેતું સોસાયટી હેઠળ ભવનાથ સ્થિત મીનરાજ શૈક્ષણિક સંસ્થાની 250થી વધુ છાત્રાઓને જૂડો અને કરાટેની તાલીમ આપવામાં આવી હતી. 20 દીવસ સુધી યોજાયેલી શિબિર માં છાત્રોઅોને મુસીબતના સમયમાં કેવી રીતે સ્વબચાવ કરવો તેની સઘન તાલીમ આપવામાં આવી હતી.

જૂનાગઢ જિલ્લા પોલીસ તથા સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા મીનરાજ શૈક્ષણિક સંસ્થામાં છાત્રાઓને કોઇ અસામાજિક તત્વ સામે લડી સ્વ બચાવ કેમ કરવો તે અંગેની તા.4 સપ્ટેમ્બરથી 24 સપ્ટેમ્બર સુધી તાલીમ શિબિર યોજાઇ હતી.જેમાં 250થી વધુ છાત્રાઓને કરાટે અને જુડોની તાલીમ અપાઈ હતી. શેૈલજા દેવ,પી.એસ.આઇ .એસ બી પરમાર ,સંસ્થાના ટ્રસ્ટછ દાદુભાઇ કનારા,બ્રીજરાજ કનારા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...