પોલીસે સામ-સામી ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝાંઝેસરનાંપુનાભાઇ લાધાભાઇ વાવૈયાનાં ઢોર ઘોડાસણની સીમમાં ખેતરમાં ચરતા હોય જે મુદ્દે કાળુ મથુર, હિતેશ વશરામ, રમેશ મથુર, પ્રભાબેન વશરામે બોલાચાલી કરી પુનાભાઇ અને તેમની સાથે રહેલા વ્યકિતઓ પર લાકડી, પાઇપથી હુમલો કરી ઇજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જયારે ઘોડાસણની સીમમાં હિતેશ વશરામભાઇ ડેડણીયા પોતાનાં ખેતરમાંથી રેઢીયાર ઢોર હાંકતા હતાં ત્યારે પુના લાખા વાવૈયા, રાજુ પુના વાવૈયા, વિમલ પરસોતમે બોલાચાલી કરી હિતેશને ઝાપટ મારી દીધી હતી. જયારે હિતેશની બા પર પાઇપથી હુમલો કરી વાસાનાં ભાગે ઇજા પહોંચાડી હતી. તેમજ હિતેશનાં ભાઇને લાકડીથી મુંઢમાર માર્યો હતો. બનાવમાં પોલીસે સામ-સામી ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. સામાન્ય એવી બાબતમાં બઘડાટી બોલતા અને આધેડ પર પાઈપ અને લાકડી વડે હુમલો કરાતા નાના એવા ગામમાં ચર્ચા જાગી હતી.

અન્ય સમાચારો પણ છે...